CIA ALERT

ગુજરાત Archives - Anant Post

October 27, 2026
image-29.png
1min33

કલોલ સેશન્સ કોર્ટે ગોહત્યાના ગંભીર કેસમાં ત્રણ દોષિતોને આજીવન કેદની સખત સજા અને રૂ. 3 લાખનો દંડ ફટકાર્યો છે. 277 કિલો બીફ જપ્ત કરવાના આ કેસમાં જજે પ્રાચીન સંસ્કૃત શ્લોકો અને વેદોનો ઉલ્લેખ કરી ગાયના સાંસ્કૃતિક તથા ધાર્મિક મહત્વને રેખાંકિત કર્યું છે.

કલોલની એક સેશન્સ કોર્ટે ગૌહત્યાના કેસમાં ત્રણ વ્યક્તિઓને આજીવન સખત કેદની સજા ફટકારી છે. આ કેસમાં 277 કિલોગ્રામ ગૌમાંસ જપ્ત કરવામાં આવ્યું હતું. કોર્ટે દરેક દોષિત પર 3 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. અધિક સેશન્સ ન્યાયાધીશ બી. આર. રાજપૂતે પ્રાચીન સંસ્કૃત ગ્રંથોને ટાંકીને ગૌરક્ષાના સાંસ્કૃતિક મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.

જુહાપુરાના વસીમ કુરેશી, બેહરામપુરાના મહમદ રફીક કુરેશી અને ફતેહવાડીના અશફાક બહેલીમ નામના આ દોષિતોને ‘ગુજરાત પ્રાણી સંરક્ષણ (સુધારા) અધિનિયમ’ અને ‘પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા નિવારણ અધિનિયમ’ હેઠળ ગુનેગાર ઠેરવવામાં આવ્યા હતા.

અધિક સરકારી વકીલ જીગ્નેશ જોશીના જણાવ્યા અનુસાર, પોલીસે આ કેસના સંબંધમાં છ વ્યક્તિઓની ધરપકડ કરી હતી. 22 ઓગસ્ટ, 2024ના રોજ પોલીસે જામલા ગામમાં લાલભાઈ સેનમાના ઘરે દરોડો પાડ્યો હતો અને ત્રણ દોષિતો પાસેથી 277 કિલોગ્રામ ગૌમાંસ જપ્ત કર્યું હતું, જેની કિંમત 55,000 રૂપિયા આંકવામાં આવી છે. પોલીસે કતલ માટે વપરાયેલા હથિયારો અને માંસની હેરફેર માટે ઉપયોગમાં લેવાયેલું વાહન પણ કબજે કર્યું હતું. તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ આ ગૌમાંસ ગુલામ મોઈન કુરેશીને વેચવા માંગતા હતા. ટ્રાયલ બાદ કોર્ટે છ આરોપીઓમાંથી ત્રણને દોષિત ઠેરવ્યા હતા.

સજાની જાહેરાત કરતી વખતે કોર્ટે વેદોનો સંદર્ભ આપતા કહ્યું, “ગાયને સમગ્ર વિશ્વની માતા માનવામાં આવે છે. તે માનવ જીવન અને સમાજ માટે કલ્યાણકારી છે. ગૌરક્ષા એ ધર્મ અને કરુણા પર આધારિત કાર્ય છે. જ્યાં પણ ગૌહત્યા થાય ત્યાં કાયદેસરની કાર્યવાહી થવી જ જોઈએ. જો પુરાવા દ્વારા આરોપીઓનો ગુનો સાબિત થાય તો તેમને યોગ્ય સજા મળવી જોઈએ…” કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું કે, ગાયના સાંસ્કૃતિક મહત્વ વિશે જાણતા હોવા છતાં આરોપીઓએ ગાયની કતલ કરી અને તેનું માંસ વેચવાનો પ્રયાસ કર્યો. કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, જો નિર્ધારિત સજા આપવામાં ન આવે તો તે ગાયના અસ્તિત્વ માટે જ ખતરો બની શકે છે. હાલમાં ત્રણેય દોષિતોને સજા સંભળાવવામાં આવી છે.

October 22, 2026
solar.jpeg
1min52

રાજ્યના મહત્તમ નાગરિકો સોલાર રૂફટોપનો લાભ મેળવી શકે તે માટે ‘પીએમ સૂર્ય ઘર: મુફ્ત બિજલી યોજના’ હેઠળ 2 કિલોવોટ ક્ષમતા સુધીની સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવતા પરિવારો માટે વધારાની સ્ટેટ સબસિડી આપવાનો નિર્ણય આજ(21 ઓક્ટોબર)ની કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો છે.

નવા નિર્ણય અનુસાર, 1 કિલોવોટ અને 2 કિલોવોટની સોલાર સિસ્ટમના નક્કી કરાયેલા બેન્ચમાર્ક કોસ્ટ સામે સામાન્ય વીજ ગ્રાહકોએ કુલ ખર્ચના માત્ર 10% ફાળો ભોગવવાનો રહેશે. જ્યારે, અનુસૂચિત જાતિ(SC) અને અનુસૂચિત જનજાતિ(ST) કેટેગરીના વીજ ગ્રાહકોએ કુલ ખર્ચના માત્ર 5% ફાળો જ આપવાનો રહેશે. કેન્દ્ર સરકારની મળવાપાત્ર સહાય તથા લાભાર્થીના ફાળા બાદનો બાકીનો તમામ ખર્ચ રાજ્ય સરકાર દ્વારા સબસિડી સ્વરૂપે ભોગવવામાં આવશે. આ નિર્ણયથી રાજ્યના 3 લાખથી વધુ સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોને સીધો લાભ મળશે અને રાજ્ય સરકાર અંદાજે રૂ. 1,000 કરોડનો ખર્ચ ભોગવશે.

મંત્રીએ ઉદાહરણ આપતા જણાવ્યું કે, 1 કિલોવોટ ક્ષમતા ધરાવતી સોલાર પેનલ લગાવવામાં કુલ રૂ.54,000 ખર્ચ થાય છે. જેમાં અગાઉ રૂ.32,400 સહાય કેન્દ્ર સરકાર તરફથી મળતી હતી, જ્યારે બાકીની રૂ.21,600ની રકમ લાભાર્થીએ ચૂકવવી પડતી હતી. હવે રાજ્ય સરકારની નવી વધારાની સબસિડીના કારણે સામાન્ય નાગરિકોએ માત્ર રૂ.5,400 અને SC/ST વર્ગના નાગરિકોએ માત્ર રૂ. 2,700 જ ચૂકવવાના રહેશે.

તેવી જ રીતે, 2 કિલોવોટ ક્ષમતા ધરાવતી સોલાર પેનલ લગાવવામાં કુલ રૂ.1,07,200 ખર્ચ થાય છે. જેમાં અગાઉ રૂ.62,800 સહાય કેન્દ્ર સરકાર તરફથી મળતી હતી, જ્યારે બાકીની રૂ.44,400ની રકમ લાભાર્થીએ ચૂકવવી પડતી હતી. હવે આ નિર્ણયથી 2 કિલોવોટ લગાવતા સામાન્ય નાગરિકોએ માત્ર રૂ.10,720 અને SC/ST વર્ગના નાગરિકોએ માત્ર રૂ.5,360 જ ચૂકવવાના રહેશે. કેન્દ્ર સરકારની સહાય બાદ બાકીની તમામ રકમ રાજ્ય સરકાર સબસિડી રૂપે ભોગવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં રાજ્યના 14 લાખથી વધુ પરિવારોએ પોતાના ઘરની છત પર સોલાર સિસ્ટમ લગાવી છે. તે પૈકી માત્ર ‘પીએમ સૂર્ય ઘર’ યોજના હેઠળ જ 8.5 લાખથી વધુ ઘરો પર સોલાર રૂફટોપ સ્થાપિત કરીને ગુજરાતે સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ યોજનાના પરિણામે નાગરિકોનું વીજ બિલ શૂન્ય થઈ રહ્યું છે અને વધારાની વીજળી ઉત્પન્ન કરી પરિવારો આવક પણ મેળવી રહ્યા છે.

October 19, 2026
image-16.png
1min61

સાબરમતીથી કટરા માટે સીધી ટ્રેન સેવા શરૂ થઈ છે. હવે જમ્મુ ટ્રેન બદલવી નહીં પડે. જાણો સમયપત્રક, રૂટ અને તમામ માહિતી.

ભારતીય રેલવેએ શ્રી માતા વૈષ્ણો દેવીના દર્શને જતા લાખો શ્રદ્ધાળુઓ માટે એક મહત્વપૂર્ણ અને આવકારદાયક પહેલ શરૂ કરી છે. ગુજરાત અને જમ્મુ ક્ષેત્રના કટરા શહેર વચ્ચે હવે સીધી ટ્રેન સેવા શરૂ કરવામાં આવી છે, જેનાથી પશ્ચિમ ભારતથી આવતા ભક્તોની યાત્રા વધુ અનુકૂળ બનશે.

જમ્મુમાં રેલવેના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, ત્રિકૂટ પર્વતમાળામાં સ્થિત પવિત્ર વૈષ્ણો દેવી ગુફા મંદિરના મુખ્ય આધાર કેન્દ્ર (બેઝ કેમ્પ) એવા કટરા સુધી જતા શ્રદ્ધાળુઓને હવે જમ્મુ તવી સ્ટેશન પર ટ્રેન બદલવાની ઝંઝટનો સામનો કરવો પડશે નહીં. અગાઉ ગુજરાતથી ઉપડતી ‘સાબરમતી બીજી-જમ્મુ તવી એક્સપ્રેસ’ જમ્મુ તવી રેલવે સ્ટેશન પર જ પોતાની યાત્રા પૂર્ણ કરતી હતી.

ભારતીય રેલવે દ્વારા શરૂ કરવામાં આવેલી આ નવી દૈનિક ટ્રેન સેવા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.

ટ્રેન નંબર 19223 ગુજરાતના સાબરમતીથી દર રવિવારે સવારે 10:27 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સોમવારે સાંજે 6:55 વાગ્યે ‘શ્રી માતા વૈષ્ણો દેવી કટરા’ પહોંચશે.

વિપરીત દિશામાં કટરાથી આ સેવા મંગળવાર, 20 ઓક્ટોબરથી શરૂ થશે. ટ્રેન નંબર 19224 સવારે 4:50 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે બપોરે 2:05 વાગ્યે સાબરમતી પહોંચશે. સમગ્ર મુસાફરીમાં લગભગ 33 કલાકનો સમય લાગશે, જેનાથી મુસાફરો એક જ ટ્રેનમાં આરામદાયક, અવિરત અને સીધી મુસાફરીનો આનંદ માણી શકશે.

કયા રાજ્યના લોકોને લાભ થશે?

દર વર્ષે સમગ્ર દેશમાંથી લગભગ 1 કરોડ (10 મિલિયન) શ્રદ્ધાળુઓ માતા વૈષ્ણો દેવીના દર્શને આવે છે. આ ભક્તોમાં મોટી સંખ્યા ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને પંજાબ જેવા રાજ્યોના લોકોની હોય છે.

આ સીધી રેલ સેવા શરૂ થવાથી આ રાજ્યોના લાખો મુસાફરોને વચ્ચે ક્યાંય ટ્રેન બદલ્યા વિના સીધા કટરા જંક્શન સુધી મુસાફરી કરવાનો લાભ મળશે. અગાઉ જમ્મુમાં ટ્રેન બદલવાની જરૂરિયાતને કારણે વૃદ્ધો અને બાળકો સાથે મુસાફરી કરતા પરિવારોને ઘણી મુશ્કેલી પડતી હતી; હવે આ સીધી સેવા દ્વારા તે સમસ્યા દૂર થઈ જશે. આ સ્ટેશનો પરના સ્ટોપ સ્થાનિક રહેવાસીઓ અને વ્યવસાયોને નવી ગતિ પૂરી પાડશે.

સાબરમતી અને કટરા વચ્ચેની મુસાફરી દરમિયાન આ ટ્રેન સાંબા, બારી બ્રાહ્મણા અને ઉધમપુર સ્થિત ‘શહીદ કેપ્ટન તુષાર મહાજન રેલવે સ્ટેશન’ પર પણ રોકાશે. આ વધારાના સ્ટોપ સ્થાનિક રહેવાસીઓ, વિદ્યાર્થીઓ, વેપારીઓ અને સરહદ નજીક તૈનાત લશ્કરી જવાનો માટે લાંબા અંતરની મુસાફરીમાં ખૂબ જ અનુકૂળતા પૂરી પાડશે. ખાસ કરીને બાડી બ્રાહ્મણા ઔદ્યોગિક નગર સાથે સંકળાયેલા લોકો અને ત્યાં કામ કરતા કર્મચારીઓ માટે, વ્યાપારી દ્રષ્ટિકોણથી આ સેવા અત્યંત લાભદાયી સાબિત થશે.

વધુમાં આ દૈનિક ટ્રેન સાબરમતી, ભટિંડા, ફિરોઝપુર, જલંધર અને પઠાણકોટ જેવા મુખ્ય ઔદ્યોગિક અને વ્યાપારી કેન્દ્રોને જોડશે. આનાથી માત્ર ધાર્મિક પ્રવાસનને જ પ્રોત્સાહન નહીં મળે પરંતુ ઉત્તર અને પશ્ચિમ ભારતના રાજ્યોમાં વેપાર, આર્થિક વિકાસ અને રોજગારી માટે નવી તકો પણ ઊભી થશે.

October 18, 2026
image-15.png
1min59

ગુજરાતના સુરતમાં મિલકતની વહેંચણીના વિવાદમાં ડબલ મર્ડરનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં રવિવારે સવારે લીંબાયત વિસ્તારની સહજાનંદ સોસાયટીમાંએક જ પરિવારના બે સભ્યોની હત્યા થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

પ્રાથમિક માહિતી મુજબ મિલકત અને દુકાનોમાંથી મળતા માસિક ભાડાની વહેંચણી મુદ્દે ચાલતા વિવાદમાં મોટા પુત્ર શ્રીનિવાસે પોતાની માતા મલેશ્વરીબેન અને નાના ભાઈ રાજુ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં બંનેનાં મોત નીપજ્યાં હતાં. આ બનાવની જાણ થતાં જ લીંબાયત પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, સહજાનંદ સોસાયટી પાસે એક માતા અને તેમના ત્રણ દીકરાઓ સાથે રહેતા હતા. તેમજ મિલકતના ભાગ પાડવા બાબતે ત્રણેય ભાઈઓ અને એના માતાને મનદુઃખ હતું. મૂળ એ લોકોના વારસાઈ અને ભાગ લેવા બાબતનો ઝઘડો છે એવું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ અમારે સામે આવ્યું છે

આ ઘટના અંગે મળતી માહિતી મુજબ આ પરિવાર મૂળ તેલંગાણાનું છે. તેમજ સુરતમાં સ્થાયી થયું છે. જેમાં તેલુગુ પરિવારનાં મલેશ્વરીબેન સુદર્શન ગોડુંરુને શ્રીનિવાસ, રમેશ અને રાજુ નામના ત્રણ પુત્રો છે. મલેશ્વરીબેન તેમના સૌથી નાના પુત્ર રાજુ સાથે રહેતાં હતાં. તેમના નામે ત્રણ દુકાનો આવેલી છે. જેમાંથી અંદાજે રૂ. 60 હજારનું માસિક ભાડું મળતું હતું. તેમજ માતા નાના પુત્ર સાથે રહેતાં હોવાથી ભાડાની રકમ રાજુને આપતાં હતાં. આ બાબત મોટા પુત્ર શ્રીનિવાસને વિરોધ કર્યો હતો અને તે મિલકત તથા ભાડાની આવકની ત્રણેય ભાઈઓ વચ્ચે સરખે ભાગે વહેંચણી કરવાની માગણી કરતો હતો.

થોડા સમય અગાઉ પણ માતા મલેશ્વરીબેને મોટા દીકરા શ્રીનિવાસને સ્પષ્ટ કહી દીધું હતું કે, જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી આ મિલકત કે ભાડાની કોઈ વહેંચણી કરવામાં નહીં આવે. માતાના આ નિર્ણયથી શ્રીનિવાસ મનોમન ભારે રોષે ભરાયો હતો અને નાના ભાઈ પ્રત્યે તેના મનમાં અદાવત વધી ગઈ હતી.

October 16, 2026
Anant-Post-Khodaldham-doc.png
1min64

શ્રી અન્નપૂર્ણા શ્રી ખોડલ માતાજીની કૃપાથી પાટીદાર સેવા સંઘ આયોજીત “શેરી ઓટલો નવરાત્રી” દિવ્ય અને ભવ્ય રીતે ઉજવવામાં આવી રહ્યો છે, એ દરમિયાન શ્રી અન્નપૂર્ણા ખોડલધામના નિર્માણની વિધિવત્ જાહેરાત કરવામાં આવી હતી

શ્રી અન્નપૂર્ણા ખોડલધામની પ્રાથમિક પ્રસ્તાવના માટે આ ડોક્યુમેન્ટ પર ક્લીક કરો

October 14, 2026
bjplogo.png
1min55

Gandhinagar મહાનગરપાલિકાની ચૂંટણીમાં BJPની ભવ્ય જીત, કોંગ્રેસ 2nd, AAP ખાતું ખોલાવવામાં નિષ્ફળ

ગુજરાતમાં ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) ના 11 વોર્ડની તમામ 44 બેઠકો માટે 11 ઓક્ટોબરે મતદાન યોજાયું હતું અને આજે સવારે 9 વાગ્યે મતગણતરી શરૂ થઈ હતી.

ગુજરાતમાં ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) ના 11 વોર્ડની તમામ 44 બેઠકો માટે 11 ઓક્ટોબરે મતદાન યોજાયું હતું અને આજે સવારે 9 વાગ્યે મતગણતરી શરૂ થઈ હતી. આ 44 બેઠકો માટે કુલ 130 ઉમેદવારો મેદાનમાં હતા. મુખ્ય મુકાબલો ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (આપ) વચ્ચે હતો. જેમાં ભાજપે જંગી જીત મેળવી છે, જ્યારે કોંગ્રેસ બીજા ક્રમે રહી છે. એક અપક્ષ ઉમેદવારે એક બેઠક જીતી અને આમ આદમી પાર્ટી પોતાનું ખાતું ખોલાવવામાં નિષ્ફળ રહી.

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે જંગી જીત મેળવી છે. કુલ 44 બેઠકોમાંથી ભાજપે 38, કોંગ્રેસે 5 અને એક અપક્ષ ઉમેદવારે એક બેઠક જીતી છે. બીજી તરફ આમ આદમી પાર્ટી પોતાનું ખાતું ખોલાવવામાં નિષ્ફળ રહી છે.

ગાંધીનગર ચૂંટણી પરિણામ

  • ભાજપ: 38
  • કોંગ્રેસ: 05
  • અપક્ષ: 01

વોર્ડ નં. 2માં ભાજપની પેનલ તૂટી છે. અહીં 4માંથી 3 ઉમેદવારો જીત્યા છે ત્યાં જ 1 બેઠક અપક્ષ ઉમેદવારને ફાળે ગઈ છે..

વોર્ડ નં. 6ના પરિણામોમાં મોટું અપસેટ

ગાંધીનગરના વોર્ડ નં. 6ના પરિણામોમાં મોટું અપસેટ જોવા મળ્યું છે. કોંગ્રેસના ચારેય ઉમેદવારો વિજેતા જાહેર થયા છે. જે બાદ ભાજપે પુનઃ મતગણતરીની માંગ કરી છે.

થરામાં ભાજપનું વર્ચસ્વ

બનાસકાંઠા જિલ્લાની થરા નગરપાલિકામાં ભાજપે 24માંથી 19 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસે બાકીની પાંચ બેઠકો મેળવી હતી. થરા નગરપાલિકાની ચૂંટણીના પરિણામો પણ આજે જાહેર કરવામાં આવ્યા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લાની ઓખા નગરપાલિકામાં, ભાજપે ચૂંટણી લડાયેલી 32 બેઠકોમાંથી 29 બેઠકો જીતી હતી અને કોંગ્રેસે ત્રણ બેઠકો મેળવી હતી.

ઓખામાં ચાર બેઠકો માટે ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા, કારણ કે તે વોર્ડમાં માત્ર ભાજપના ઉમેદવારો જ મેદાનમાં હતા. આ ચાર બેઠકો સહિત, ભાજપે નગરપાલિકાની કુલ 36 બેઠકોમાંથી 33 બેઠકો મેળવી હતી.

આ ચૂંટણી પરિણામો સાથે ભાજપે ત્રણેય શહેરી સ્થાનિક સંસ્થાઓ પર પોતાનું નિયંત્રણ જાળવી રાખ્યું છે. ત્રણેય શહેરી સંસ્થાઓ માટે મંગળવારે સવારે 9 વાગ્યે મતગણતરી શરૂ થઈ હતી.

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો રાજ્યમાં ભાજપની નોંધપાત્ર તાકાત દર્શાવે છે, કારણ કે પાર્ટીએ ગાંધીનગર જેવી મહત્વપૂર્ણ શહેરી સંસ્થામાં પોતાની બહુમતી સફળતાપૂર્વક જાળવી રાખી છે. થરા અને ઓખામાં સત્તા જાળવી રાખવાથી પાર્ટીની રાજકીય સ્થિતિ વધુ મજબૂત બની છે. રાજ્યમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.

October 11, 2026
image-7.png
1min35
  • ભાજપ અને કોંગ્રેસના 44-44 અને આમ આદમી પાર્ટીના 31 ઉમેદવારો મેદાને
  • ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી 2026! 44 બેઠકો માટે મતદાન શરૂ, 2.59 લાખ મતદારો 130 ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કરશે

ગાંધીનગર મહાનગરપાલિકની ચૂંટણીમાં 11 વોર્ડની કુલ 44 બેઠકો માટે આજે સવારે 7:00 વાગ્યા મતદાન શરૂ થયું છે. સાંજે સાંજે 6:00 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે. ગાંધીનગર મનપાની આ ચૂંટણીમાં 1,32,457 પુરુષ અને 1,27,314 મહિલા મતદારો સહિત કુલ કુલ 2,59,780 મતદારો મતદાન કરવાના છે. આ મતદારો મતદાન કરીને કુલ 130 ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય નક્કી કરશે.
11 વોર્ડની કુલ 44 બેઠકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટે 295 બૂથ તૈયાર કરવામાં આવ્યાં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, વોર્ડ-2માં 14, વોર્ડ-4માં 13, વોર્ડ-7માં 12, વોર્ડ-10માં 10, વોર્ડ-1માં 8, વોર્ડ-3માં 4, વોર્ડ-5માં 8, વોર્ડ-6માં 8 અને વોર્ડ-11માં 5 મથકો સહિત કુલ 90 મથકો સંવેદનશીલ પણ જાહેર કરવામાં આવ્યાં છે. આ ચૂંટણી પ્રક્રિયા સુચારૂ રૂપે પૂર્ણ થાય તે માટે 5 ચૂંટણી અધિકારી, 5 મદદનીશ ચૂંટણી અધિકારી અને 1700 પોલિંગ સ્ટાફ મતદાન મથકે તૈનાત કરવામાં આવ્યો છે. આ સાથે લોકોને પણ શાંતિપૂર્ણ રીતે મતદાન કરવામાં માટે અપીલ કરવામાં આવી છે. ઈવીએમ પ્રક્રિયા માટે તંત્ર દ્વારા 730 BU અને 364 CU મશીનોની ફાળવવામાં આવ્યાં છે.

અત્રે ઉલ્લેખનીય છે, ગાંધીનગર મહાનગરપાલિકાની આ ચૂંટણીમાં ભાજપ 44 ઉમેદવારો, કોંગ્રેસના 44 ઉમેદવારો અને આમ આદમી પાર્ટીના 31 ઉમેદવારો સહિત કુલ 130 ઉમેદવારો મેદાનમાં છે. આ ચૂંટણી માટે 2 સપ્ટેમ્બરે ડ્રાફ્ટ મતદાર યાદી અને 14 સપ્ટેમ્બરે આખરી યાદી જાહેર કરવામાં આવી હતી. આ ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે 1130 સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યાં છે. આ દરમિયાન જિલ્લા પોલીસ વડાના સુપરવિઝનમાં 6 DySP, 15 PI, 40 PSI, 580 પોલીસ જવાનો, 350 હોમગાર્ડ અને SRPની 3 પ્લાટુન ફરજ બજાવશે તેવું જાણવા મળ્યું છે.

આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈ ગેરરીતિ કે વિવાદ ના સર્જા તે માટે જિલ્લા કક્ષાએ કંટ્રોલરૂમ પણ કાર્યરત કરવામાં આવ્યો છે. આગામી 13 ઓક્ટોબરે મતગણતરીના દિવસે આ કંટ્રોલરૂમ ચાલુ રહેશે તેવું સૂત્રોએ જણાવ્યું છે. મહાનગરપાલિકની આ ચૂંટણી દરમિયાન કોઈ નાગરિકને સમસ્યા હોય અથવા તે કોઈ રજૂઆત તે માટે કંટ્રોલ રૂમ નંબર 07923259035 પર સંપર્ક કરવા માટે કહેવામાં આવ્યું છે.

October 10, 2026
image-6.png
1min57

શારદીય નવરાત્રી 11 ઓક્ટોબરથી શરૂ થાય છે. નવરાત્રી દરમિયાન માતાજીની પૂજા આરાધના અને વ્રત ઉપવાસ કરવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે, સાથે સાથે નકારાત્મક ઉર્જા દૂર થાય છે.

નવરાત્રી હિન્દુ ધર્મનો સૌથી પવિત્ર તહેવાર છે. હિન્દુ પંચાંગના જણાવ્યા અનુસાર, આસો સુદ એકમ તિથિથી શારદીય નવરાત્રી શરૂ થાય છે. નવરાત્રીમાં માતા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં છે. એવું માનવામાં આવે છે કે નવરાત્રીમાં નવ દિવસ દરમિયાન મા દુર્ગાની પૂજા કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે અને જીવનની સમસ્યાઓ દૂર થાય છે.

નવરાત્રી દરમિયાન ભક્તો નવદુર્ગાના નવ સ્વરૂપો – મા શૈલપુત્રીથી લઈને મા સિદ્ધિદાત્રીની પૂજા કરે છે. દસમા દિવસે વિજયાદશમીની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે નવરાત્રી 11 ઓક્ટોબરથી શરૂ થશે. સમાપન સમારોહ 20 ઓક્ટોબર, 2026 (મંગળવારે) વિજયાદશમી પર થશે. ચાલો જાણીએ નવરાત્રીના ઘાટ સ્થાપનની તિથિ અને શુભ મુહૂર્ત.

શારદીય નવરાત્રી 2026

પંચાગ મુજબ આસો સુદ તિથિ 10 ઓક્ટોબરે રાત્રે 9.18 વાગ્યાની આસપાસ શરૂ થશે અને 11 ઓક્ટોબરે રાત્રે 9.31 વાગ્યા સુધી રહેશે. ઉદય તિથિ અનુસાર, નવરાત્રીનો પ્રથમ દિવસ 11 ઓક્ટોબરે જ માન્ય રહેશે. આ દિવસે ઘાટ સ્થાપવાની વિધિ છે. નવરાત્રીના પ્રથમ દિવસે ઘરમાં કળશ સ્થાપિત કરીને દેવી ભગવતીની પૂજા શરૂ કરવામાં આવે છે. ભક્તો નવ દિવસ માતાજીના વિવિધ સ્વરૂપોની પૂજા કરે છે.

શારદીય નવરાત્રી ઘાટ સ્થાપના શુભ મુહૂર્ત

પંચાંગ અનુસાર, 11 ઓક્ટોબરના રોજ ઘટ સ્થાપનનો શુભ મુહૂર્ત સવારે 6:19 થી 10:12 વાગ્યા સુધી રહેશે. આ સિવાય તમે અભિજીત મુહૂર્તમાં સવારે 11:44 થી બપોરે 12:31 સુધી ઘટ સ્થાપના પણ કરી શકો છો. જો કે, વિવિધ શહેરોમાં સૂર્યોદય અને સ્થાનિક સમય વચ્ચેના તફાવતને કારણે, મુહૂર્તમાં થોડો ફેરફાર થઈ શકે છે.

શારદીય નવરાત્રી પૂજા વિધિ

નવરાત્રીના પહેલા દિવસે સવારે સ્નાન કરો, સ્વચ્છ કપડાં પહેરો અને પૂજા સ્થાન સાફ કરો. ત્યારબાદ બાજોઠ પર લાલ અથવા પીળું આસન પાથરીને મા દુર્ગાની મૂર્તિ અથવા ફોટાની સ્થાપના કરો. સૌ પ્રથમ, ભગવાન ગણેશનું ધ્યાન કરો અને પછી કળશ સ્થાપન કરો.

ઘટ સ્થાપન માટે માટી કે તાંબાનું કળશ લો. કળશની ફરતે લાલા નાનાછડી બાંધો. કળશમાં ગંગાજળ કે સ્વચ્છ પાણી ભરો અને તેમાં અક્ષત, સોપારી, સિક્કો, કુમકુમ, પુષ્પ અને દુર્વો નાખો. પછી કળશ પર આંબો અથવા આસોપાલવના 5 થી 7 પાન મૂકો. પછી લાલ કાપડ કે ચુંદડીમાં પલેટી શ્રીફળ મૂકો. હવે આ કળશને માતાજીની જમણી બાજુ સ્થાપિત કરો. ત્યારબાદ માતા દુર્ગાનું આહ્વાન કરો. કળશ પર કુમકુમથી ચાંલ્લો કરો, અક્ષત, સિંદૂર, ફુલ, માળા અર્પણ કરો. ઘટ સ્થાપન બાદ દિપક પ્રગટાવી માતાજીની આતરી કરો. પછી પ્રસાદમાં મીઠાઇ ફળ અને પાનનું બીડું અર્પણ કરો.

નવરાત્રીમાં પૂજા કર્યા બાદ દુર્ગા સપ્તશતી અથવા દેવીના મંત્રોનો પાઠ કરો. દરરોજ મા દુર્ગાની આરતી કરો અને તમારી શ્રદ્ધા અનુસાર વ્રત રાખો. નવરાત્રીના નવ દિવસ સાત્વિક ખોરાક ખાઓ અને માતાના નવ સ્વરૂપોની પૂજા કરો. એવું માનવામાં આવે છે કે નવરાત્રીની આઠમ કે નોમ તિથિ પર કન્યા પૂજન અને હવન કરવાથી નવરાત્રીની પૂજા પૂર્ણ માનવામાં આવે છે.

September 17, 2026
image-17.png
1min105

સુરત સાયબર ક્રાઈમ ડિપાર્ટમેન્ટે રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે ફ્રોડ કરનારાને પકડી પાડ્યા છે. કરોડો રૂપિયાની સાયબર છેતરપિંડીનો પર્દાફાશ કર્યો છે. રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાએ સાયબર ક્રાઈમ કેસની કાયદેસર ફરિયાદ કર્યા બાદ પોલીસે એક્શન લીધું છે. હરિયાણામાંથી પરવેઝ અને ઈર્શાદ નામના બે આરોપીની ધરપકડ કરી છે. સુરત પોલીસે આ કેસ અંગે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, ગોવિંદ ધોળકિયાના અસલ વીડિયો સાથે ચેડા કરીને AI થી વોઈસ ઉમેરી દીધો હતો. પછી એને ખોટો ઉપયોગ કર્યો હતો.

પછી આ ફેક વીડિયો ફેસબુક, ઈન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દેવાયો હતો. અલગ અલગ પેજ પરથી આ વીડિયો પોસ્ટ થયો હતો. વીડિયોમાં જૂના ચલણી સિક્કાના બદલે લાખોની કેશ આપવામાં આવશે એવી વાત થઈ રહી છે. આ લાલચ હતી પછી લોકોને સંપર્ક કરવા માટે આરોપીઓએ આ વીડિયો સાથે પોતાનો એક નંબર પણ જાહેર કરી દીધો હતો. આ પછી આ નંબરના આધારે આરોપી જે તે લોકોનો સંપર્ક કરીને પૈસા ખંખેરતા હતા.

સાયબર ક્રાઈમ પોલીસની તપાસમાંથી એ વાત સામે આવી છે કે, આરોપીઓએ 9.84 લાખની છતરપિંડી કરી હતી, પોલીસે સાયબર સિક્યોરિટી અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. સુરત સાયબર ક્રાઈમ પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. આ ફ્રોડ કેવી રીતે આચર્યું અને પૈસાનું શું કર્યું એ અંગે પોલીસ પૂછપરછ કરી રહી છે.

અત્યાર સુધીમાં કેટલા લોકોને આ રીતે ટાર્ગેટ કરાયા અને કેવી રીતે પૈસા ખંખેરવામાં આવ્યા આ અંગે પણ ખુલાસા થઈ શકે છે. પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. પોલીસ તપાસમાંથી સામે આવ્યું છે કે, ChatGPT જેવા AI ટુલ્સની મદદથી ડીપફેક વીડિયો તૈયાર કરવામાં આવ્યો હતો. આરોપીઓએ ‘ઓલ્ડ કોઈન કંપની’ના નામે ફેક પ્રોફાઇલ બનાવી હતી. એ પછી આ વીડિયો પોસ્ટ કર્યા હતા. આરોપીઓએ 11 UPI આઈડી અને 2 બેંક ખાતાં મારફતે દેશભરના લોકો પાસેથી નાણાં વસૂલ્યા હતા. નકલી આઈડીકાર્ડ પણ બનાવ્યા હતા. આ સાથે આધાર કાર્ડ અને પાનકાર્ડનો પણ ઉપયોગ કર્યો હતો.

September 9, 2026
image-7.png
1min120

ગુજરાતમાં શ્રમિકોની સુરક્ષા, આરોગ્ય અને કામકાજની સ્થિતિને વધુ સુદ્રઢ બનાવવાના ઉદ્દેશથી શ્રમ આયુક્તની કચેરી દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના ‘ધી ઓક્યુપેશનલ સેફ્ટી, હેલ્થ એન્ડ વર્કિંગ કંડિશન કોડ, 2020’ (OSH&WC Code) અને ગુજરાત સરકાર દ્વારા લાગુ કરાયેલા નિયમો અંતર્ગત હવે 10 કે તેથી વધુ શ્રમયોગીઓ ધરાવતા તમામ કારખાના, બાંધકામ સ્થળો, ઔદ્યોગિક તેમજ વ્યાપારી સંસ્થાઓ માટે ઓનલાઈન નોંધણી કરાવવી ફરજિયાત રહેશે.

રાજ્યની તમામ પાત્રતા ધરાવતી સંસ્થાઓ સરળતાથી નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરી શકે તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા કાર્યરત કરવામાં આવેલા શ્રમ સેતુ પોર્ટલ https://shramsetu.gujarat.gov.in મારફતે અરજી કરવાની રહેશે. આ જોગવાઈ મુજબ, નવી સ્થપાતી સંસ્થાઓએ કોડ લાગુ થયાના 60 દિવસની અંદર ‘ફોર્મ-1 ‘ ઓનલાઈન ભરીને નોંધણી પ્રમાણપત્ર મેળવી લેવાનું રહેશે.

જ્યારે જૂના શ્રમ કાયદા હેઠળ પહેલેથી નોંધાયેલી હાલની ચાલુ સંસ્થાઓએ કોડ અમલમાં આવ્યાના 180 દિવસની અંદર ‘ફોર્મ-1 ‘ ઓનલાઈન ભરીને પોતાનું નોંધણી પ્રમાણપત્ર ફરજિયાતપણે અપડેટ કરાવવાનું રહેશે.

આ ઉપરાંત, તમામ માલિકોએ મેળવેલું નોંધણી પ્રમાણપત્ર સંસ્થાના મુખ્ય સ્થળે પ્રત્યક્ષ અથવા ડિજિટલ સ્વરૂપે સ્પષ્ટ દેખાય તે રીતે પ્રદર્શિત કરવું અનિવાર્ય રહેશે. સંબંધિત કાર્યક્ષેત્રની તમામ સંસ્થાઓ નિર્ધારિત સમયમર્યાદામાં આ પ્રક્રિયા પૂર્ણ કરે તે સુનિશ્ચિત કરવા શ્રમ આયુક્તની કચેરીની યાદીમાં જણાવાયું છે.