Gujarat CNGના ભાવમાં પ્રતિ કિલોએ રૂ.5નો વધારો

ગુજરાત એનર્જી દ્વારા CNG ગેસના ભાવમાં તા.15મી નવેમ્બર 2016ના દિવસે વધારો કરવામાં આવ્યો છે. જેમાં પ્રતિ કિલો 5 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. CNGના ભાવમાં વધારો કરાતા વાહનચાલકોને મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે.
ગુજરાત એનર્જી દ્વારા જાહેર કરવામાં આવેલા નવા દર અનુસાર, CNG ગેસનો જૂનો ભાવ ₹88.76 પ્રતિ કિલો હતો. જેમાં હવે વધારો કરતા નવો ભાવ ₹93.76 પ્રતિ કિલો થયો છે.
ગત 5 નવેમ્બરના રોજ અદાણીએ CNGના ભાવમાં બીજો મોટો વધારે ઝીંક્યો હતો. જેમાં CNGના ભાવમાં પ્રતિ કિલોએ રૂ.2.30નો વધારો કરતાં CNGના નવા ભાવ રૂ.100.77 ને વટાવી ગયો છે. અગાઉ અદાણીએ 23 ઑક્ટોબર 2026ના રોજ એકઝાટકે 4 રૂપિયાથી વધુનો વધારો ઝીંકતા CNG પ્રતિ કિલોએ રૂ.98.47 એ પહોંચી ગયો હતો.
CNGના ભાવમાં વધારો થવાથી ટેક્સી-રિક્ષાના ભાડા આકાશ આંબી શકે છે. વાહનચાલકોની સાથે-સાથે મુસાફરોને પણ આ ભાવ વધારો નડશે એ નક્કી છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now



