Gujaratમાં Solar Plant માટે નવી સ્ટેટ સબસિડી
રાજ્યના મહત્તમ નાગરિકો સોલાર રૂફટોપનો લાભ મેળવી શકે તે માટે ‘પીએમ સૂર્ય ઘર: મુફ્ત બિજલી યોજના’ હેઠળ 2 કિલોવોટ ક્ષમતા સુધીની સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવતા પરિવારો માટે વધારાની સ્ટેટ સબસિડી આપવાનો નિર્ણય આજ(21 ઓક્ટોબર)ની કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો છે.
નવા નિર્ણય અનુસાર, 1 કિલોવોટ અને 2 કિલોવોટની સોલાર સિસ્ટમના નક્કી કરાયેલા બેન્ચમાર્ક કોસ્ટ સામે સામાન્ય વીજ ગ્રાહકોએ કુલ ખર્ચના માત્ર 10% ફાળો ભોગવવાનો રહેશે. જ્યારે, અનુસૂચિત જાતિ(SC) અને અનુસૂચિત જનજાતિ(ST) કેટેગરીના વીજ ગ્રાહકોએ કુલ ખર્ચના માત્ર 5% ફાળો જ આપવાનો રહેશે. કેન્દ્ર સરકારની મળવાપાત્ર સહાય તથા લાભાર્થીના ફાળા બાદનો બાકીનો તમામ ખર્ચ રાજ્ય સરકાર દ્વારા સબસિડી સ્વરૂપે ભોગવવામાં આવશે. આ નિર્ણયથી રાજ્યના 3 લાખથી વધુ સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોને સીધો લાભ મળશે અને રાજ્ય સરકાર અંદાજે રૂ. 1,000 કરોડનો ખર્ચ ભોગવશે.
મંત્રીએ ઉદાહરણ આપતા જણાવ્યું કે, 1 કિલોવોટ ક્ષમતા ધરાવતી સોલાર પેનલ લગાવવામાં કુલ રૂ.54,000 ખર્ચ થાય છે. જેમાં અગાઉ રૂ.32,400 સહાય કેન્દ્ર સરકાર તરફથી મળતી હતી, જ્યારે બાકીની રૂ.21,600ની રકમ લાભાર્થીએ ચૂકવવી પડતી હતી. હવે રાજ્ય સરકારની નવી વધારાની સબસિડીના કારણે સામાન્ય નાગરિકોએ માત્ર રૂ.5,400 અને SC/ST વર્ગના નાગરિકોએ માત્ર રૂ. 2,700 જ ચૂકવવાના રહેશે.
તેવી જ રીતે, 2 કિલોવોટ ક્ષમતા ધરાવતી સોલાર પેનલ લગાવવામાં કુલ રૂ.1,07,200 ખર્ચ થાય છે. જેમાં અગાઉ રૂ.62,800 સહાય કેન્દ્ર સરકાર તરફથી મળતી હતી, જ્યારે બાકીની રૂ.44,400ની રકમ લાભાર્થીએ ચૂકવવી પડતી હતી. હવે આ નિર્ણયથી 2 કિલોવોટ લગાવતા સામાન્ય નાગરિકોએ માત્ર રૂ.10,720 અને SC/ST વર્ગના નાગરિકોએ માત્ર રૂ.5,360 જ ચૂકવવાના રહેશે. કેન્દ્ર સરકારની સહાય બાદ બાકીની તમામ રકમ રાજ્ય સરકાર સબસિડી રૂપે ભોગવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં રાજ્યના 14 લાખથી વધુ પરિવારોએ પોતાના ઘરની છત પર સોલાર સિસ્ટમ લગાવી છે. તે પૈકી માત્ર ‘પીએમ સૂર્ય ઘર’ યોજના હેઠળ જ 8.5 લાખથી વધુ ઘરો પર સોલાર રૂફટોપ સ્થાપિત કરીને ગુજરાતે સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ યોજનાના પરિણામે નાગરિકોનું વીજ બિલ શૂન્ય થઈ રહ્યું છે અને વધારાની વીજળી ઉત્પન્ન કરી પરિવારો આવક પણ મેળવી રહ્યા છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now




