પીએમ મોદીનો લાભપાંચમે આયોજિત અંબાજી પ્રવાસ કેન્સલ કરાયો

પીએમ નરેન્દ્ર મોદીનો 14 નવેમ્બરે લાભ પાંચમના દિવસે શક્તિપીઠ અંબાજી માતાજીના મંદિરે દર્શન અને પૂજા કરવાનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. અંબાજી મંદિરમાં લાભ પાંચમના દિવસે દર્શનાર્થીઓની ભીડને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાની માહિતી સાંપડી છે.
પીએમ મોદીએ સામાન્ય દર્શનાર્થીઓને સુરક્ષા અને વાહનવ્યવહારને કારણે અગવડ ન પડે તે હેતુથી આ નિર્ણય લીધો છે. પીએમ મોદી 13 નવેમ્બરે અમદાવાદ એરપોર્ટ પર આગમન બાદ ગાંધીનગર જશે અને ત્યાં રાત્રિ રોકાણ કરશે.
ઉલ્લેખનીય છે કે, હાલમાં દિવાળી વેકેશનના પગલે અંબાજી મંદિરે શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળે છે. શનિવારે લાભ પાંચમના દિવસે પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે તેવી શક્યતા છે.જેના પગલે પીએમ મોદીની અંબાજી મુલાકાત રદ કરવામાં આવી છે.
જોકે, પીએમ મોદીના કાર્યક્રમ અંગે વહીવટીતંત્રએ સંપૂર્ણ તૈયારી કરી લીધી હતી. તેમજ અનેક સ્થળોએ ડાયવર્ઝન પણ જાહેર કરવામાં આવ્યા હતા. તેમજ અંબાજીમાં ત્રણ દિવસ માટે નો-ફ્લાઈ ઝોનનું જાહેરનામું પણ બહાર પાડવા આવ્યું હતું.
હિન્દુ ધાર્મિક માન્યતાઓ અનુસાર અંબાજી મંદિર 51 શક્તિપીઠોમાંથી એક છે. પૌરાણિક કથા પ્રમાણે ભગવાન શિવ જ્યારે માતા સતીના દેહને લઈને તાંડવ કરી રહ્યા હતા, ત્યારે ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી સતીના શરીરના ટુકડા કર્યા હતા. માન્યતા છે કે માતા સતીનું હૃદય અંબાજીની પવિત્ર ભૂમિ પર પડ્યું હતું. આ મંદિર આરાસુરી અંબા માતા તરીકે પણ ઓળખાય છે. મંદિરથી આશરે ચાર કિલોમીટર દૂર આવેલો ગબ્બર પર્વત પણ માતાજીનું પ્રાચીન સ્થાન માનવામાં આવે છે. દર વર્ષે ભાદરવી પૂનમ અને નવરાત્રિ દરમિયાન અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now



