CIA ALERT

Suratમાં મિલકતની વહેંચણીના વિવાદમાં ડબલ મર્ડર, પુત્રએ માતા અને નાના ભાઇને મોતને ઘાટ ઉતાર્યા

Share On :

ગુજરાતના સુરતમાં મિલકતની વહેંચણીના વિવાદમાં ડબલ મર્ડરનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં રવિવારે સવારે લીંબાયત વિસ્તારની સહજાનંદ સોસાયટીમાંએક જ પરિવારના બે સભ્યોની હત્યા થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

પ્રાથમિક માહિતી મુજબ મિલકત અને દુકાનોમાંથી મળતા માસિક ભાડાની વહેંચણી મુદ્દે ચાલતા વિવાદમાં મોટા પુત્ર શ્રીનિવાસે પોતાની માતા મલેશ્વરીબેન અને નાના ભાઈ રાજુ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં બંનેનાં મોત નીપજ્યાં હતાં. આ બનાવની જાણ થતાં જ લીંબાયત પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, સહજાનંદ સોસાયટી પાસે એક માતા અને તેમના ત્રણ દીકરાઓ સાથે રહેતા હતા. તેમજ મિલકતના ભાગ પાડવા બાબતે ત્રણેય ભાઈઓ અને એના માતાને મનદુઃખ હતું. મૂળ એ લોકોના વારસાઈ અને ભાગ લેવા બાબતનો ઝઘડો છે એવું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ અમારે સામે આવ્યું છે

આ ઘટના અંગે મળતી માહિતી મુજબ આ પરિવાર મૂળ તેલંગાણાનું છે. તેમજ સુરતમાં સ્થાયી થયું છે. જેમાં તેલુગુ પરિવારનાં મલેશ્વરીબેન સુદર્શન ગોડુંરુને શ્રીનિવાસ, રમેશ અને રાજુ નામના ત્રણ પુત્રો છે. મલેશ્વરીબેન તેમના સૌથી નાના પુત્ર રાજુ સાથે રહેતાં હતાં. તેમના નામે ત્રણ દુકાનો આવેલી છે. જેમાંથી અંદાજે રૂ. 60 હજારનું માસિક ભાડું મળતું હતું. તેમજ માતા નાના પુત્ર સાથે રહેતાં હોવાથી ભાડાની રકમ રાજુને આપતાં હતાં. આ બાબત મોટા પુત્ર શ્રીનિવાસને વિરોધ કર્યો હતો અને તે મિલકત તથા ભાડાની આવકની ત્રણેય ભાઈઓ વચ્ચે સરખે ભાગે વહેંચણી કરવાની માગણી કરતો હતો.

થોડા સમય અગાઉ પણ માતા મલેશ્વરીબેને મોટા દીકરા શ્રીનિવાસને સ્પષ્ટ કહી દીધું હતું કે, જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી આ મિલકત કે ભાડાની કોઈ વહેંચણી કરવામાં નહીં આવે. માતાના આ નિર્ણયથી શ્રીનિવાસ મનોમન ભારે રોષે ભરાયો હતો અને નાના ભાઈ પ્રત્યે તેના મનમાં અદાવત વધી ગઈ હતી.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :