વરાછા કો-ઓપ. બેંકને ત્રણ પ્રતિષ્ઠિત સ્કોબા પ્રાઈડ એવોર્ડથી સન્માન

Share On :

વરાછા કો-ઓપ. બેંકને ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન, પ્રોફિટેબિલિટી મેનેજમેન્ટ તથા પબ્લિક રિલેશન એન્ડ સોશિયલ એક્ટિવિટી કેટેગરીમાં શ્રેષ્ઠ બેંકનો ખિતાબ

ગુજરાતની અગ્રગણ્ય મલ્ટી સ્ટેટ શિડ્યૂલ્ડ સહકારી બેંક, ધી વરાછા કો-ઓપ. બેંક લિ., સુરતને વર્ષ 2025-26ની કામગીરી બદલ દક્ષિણ ગુજરાતની અર્બન કો-ઓપ. બેંકોની વેરી લાર્જ કેટેગરીમાં ત્રણ પ્રતિષ્ઠિત સ્કોબા પ્રાઈડ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. દક્ષિણ ગુજરાત અર્બન કો-ઓપ. બેંક એસોસિએશન લિ. (સ્કોબા) દ્વારા તા. 06 ઓક્ટોબર, 2026ના રોજ હિમાચલ પ્રદેશના મનાલી ખાતે આયોજિત સ્કોબા પ્રાઈડ એવોર્ડ સમારોહમાં વરાછા કો-ઓપ. બેંકને ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન, પ્રોફિટેબિલિટી મેનેજમેન્ટ તથા પબ્લિક રિલેશન એન્ડ સોશિયલ એક્ટિવિટી એમ કુલ ત્રણ કેટેગરીમાં શ્રેષ્ઠ બેંક તરીકે સન્માનિત કરવામાં આવી હતી.

સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે બે વખત માઉન્ટ એવરેસ્ટ સર કરનાર ઇન્સ્પેક્ટર જનરલ (IG) શ્રી પ્રેમસિંઘજી, તેમજ શ્રી જે. વી. શાહ અને શ્રી જી. પી. મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા. દક્ષિણ ગુજરાતની વિવિધ અર્બન કો-ઓપ. બેંકોની વર્ષ 2025-26ની કામગીરીને આધારે વિવિધ કેટેગરીમાં આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.

મલ્ટી સ્ટેટ શિડ્યૂલ્ડ બેંકના દરજ્જા સાથે કાર્યરત વરાછા કો-ઓપ. બેંકે 31 વર્ષના સફળ સફરમાં 30 શાખાઓના નેટવર્ક સાથે રૂ|. 7,400 કરોડથી વધુનો કુલ બિઝનેસ હાંસલ કર્યો છે. સહકારી બેંકિંગ ક્ષેત્રમાં સતત વિકાસ, મજબૂત નાણાકીય કામગીરી અને ગ્રાહકલક્ષી બેંકિંગ સેવાઓ માટે મળેલા આ ત્રણેય એવોર્ડ વરાછા બેંક માટે ગૌરવપૂર્ણ સિદ્ધિ છે.
સમારોહમાં દક્ષિણ ગુજરાતના 200થી વધુ સહકારી ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ધી વરાછા કો-ઓપ. બેંકના ચેરમેનશ્રી નરેન્દ્રભાઈ કુકડીયા તથા વાઈસ ચેરમેનશ્રી રાજેન્દ્રભાઈ બાંભરોલીયા આ સમારોહમાં ઉપસ્થિત રહી મુખ્ય મહેમાન IG શ્રી પ્રેમસિંઘજીના વરદહસ્તે ત્રણેય એવોર્ડ સ્વીકાર્યા હતા.

આ પ્રસંગે સ્કોબાના પ્રેસિડેન્ટશ્રી ગૌતમભાઈ વ્યાસે દક્ષિણ ગુજરાતની સહકારી બેંકો દ્વારા કરવામાં આવી રહેલી પ્રગતિને બિરદાવી હતી. સ્કોબાના હોદ્દેદારશ્રીઓએ વરાછા બેંકને આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા.

વરાછા બેંક – આપણી બેંકના સૂત્ર સાથે સતત પ્રગતિના પંથે આગળ વધી રહેલી વરાછા કો-ઓપ. બેંક માત્ર બેંકિંગ ક્ષેત્રમાં જ નહીં, પરંતુ સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવામાં પણ અગ્રેસર રહી છે. બેંક દ્વારા સાયબર ક્રાઇમ અવેરનેસ, નાણાકીય જાગૃતિ, બચત જાગૃતિ સહિતના વિવિધ લોકજાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

આ પ્રસંગે બેંકના ચેરમેનશ્રી નરેન્દ્રભાઈ કુકડીયાએ ત્રણેય એવોર્ડ બેંકના ડિરેક્ટર્સશ્રીઓ, બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યશ્રીઓ તથા સમગ્ર સ્ટાફને સમર્પિત કરતાં જણાવ્યું હતું કે, “આ સન્માન કોઈ એક વ્યક્તિની સિદ્ધિ નથી, પરંતુ વરાછા બેંક પરિવારના દરેક સભ્યની મહેનત, નિષ્ઠા અને ગ્રાહકોના અતૂટ વિશ્વાસનું પરિણામ છે. બેંક હંમેશા ગ્રાહકોના હિતને કેન્દ્રમાં રાખીને વિશ્વસનીય, સરળ અને આધુનિક બેંકિંગ સેવાઓ પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તહેવારોના આ સમયમાં ગ્રાહકોને સરળતાથી નાણાકીય સુવિધા મળી રહે તે માટે બેંક દ્વારા 8.00% વ્યાજદરની “ધન લક્ષ્મી બચત યોજના” તથા 8.25%થી શરૂ થતી “ફેસ્ટિવલ કાર લોન” જેવી આકર્ષક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. બેંકના વાઈસ ચેરમેનશ્રી રાજેન્દ્રભાઈ બાંભરોલીયાએ જણાવ્યું હતું કે, સભાસદો, ખાતેદારો અને ગ્રાહકોના સતત સાથ-સહકાર અને વિશ્વાસના પરિણામે વરાછા બેંકે રૂ|. 7,400 કરોડથી વધુનો બિઝનેસ હાંસલ કર્યો છે, જે સમગ્ર વરાછા બેંક પરિવાર માટે ગૌરવ અને આનંદની બાબત છે.

આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ ચેરમેનશ્રી નરેન્દ્રભાઈ કુકડીયાએ બેંકના વાઈસ ચેરમેનશ્રી તેમજ તમામ ડિરેક્ટર્સશ્રીઓ, બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યશ્રીઓ, કર્મચારીઓ તેમજ બેંકના તમામ સભાસદો, ખાતેદારો અને ગ્રાહકોને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :