CIA ALERT

Karnataka SiR EFFECT Archives - Anant Post

October 27, 2026
image-27.png
1min9

કર્ણાટકમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર) બાદ અંતિમ મતદાર યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં કુલ 45,500,011 મતદારો નોંધાયેલા છે, જ્યારે એસઆઈઆર પહેલાં રાજ્યમાં 55,432,314 મતદારો નોંધાયેલા હતા.

કર્ણાટકની અંતિમ મતદાર યાદી 27/10/2026, મંગળવારે પ્રસિદ્ધ કરવામાં આવી હતી જેમાં 4,55,00,011 મતદારોનો સમાવેશ થાય છે. ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (એસઆઈઆર) અગાઉ નોંધાયેલા 5,54,32,314 મતદારોની સરખામણીમાં આ સંખ્યા લગભગ 99.32 લાખ ઓછી છે. આ અંતિમ યાદીમાં ડ્રાફ્ટ (ખરડા) મતદાર યાદીની સરખામણીમાં 8.64 લાખ નવા મતદારોના નામ ઉમેરવામાં આવ્યા હતા જ્યારે ડ્રાફ્ટ યાદીમાંથી 1.07 કરોડથી વધુ નામ હટાવવામાં આવ્યા હતા.

મતવિસ્તાર મુજબની મતદાર યાદીઓ મુખ્ય ચૂંટણી અધિકારીની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. મતદારો ચૂંટણી પંચના ‘ઇલેક્ટોરલ સર્ચ પોર્ટલ’ મારફતે પોતાનું નામ યાદીમાં જોઈ શકે છે. પોતાનું નામ તપાસવા માટે, મતદારોએ “સર્ચ બાય એપિક’ વિકલ્પ પસંદ કરવો, પોતાનો વોટર આઈડી નંબર દાખલ કરવો, રાજ્ય તરીકે ‘કર્ણાટક’ પસંદ કરવું, કેપ્ચા ભરવું પડશે અને ત્યારબાદ “સર્ચ” પર ક્લિક કરવું.

જો પોર્ટલ પર “નો રિઝલ્ટ ફાઉન્ડ એવો મેસેજ દેખાય તો મતદારોએ પોતાનું નામ યાદીમાંથી દૂર થઈ ગયું છે તેવું માની લેતા પહેલા સત્તાવાર મતદાર યાદી સાથે પોતાની વિગતો ચકાસી લેવી જોઈએ અથવા ચૂંટણી અધિકારીઓનો સંપર્ક કરવો જોઈએ.

અંતિમ મતદાર યાદીમાં 2.25 કરોડથી વધુ પુરુષો, 2.29 કરોડથી વધુ મહિલાઓ અને 2841 થર્ડ જેન્ડર મતદારોનો સમાવેશ થાય છે. આમાં 18 અને 19 વર્ષની વયના 6.83 લાખથી વધુ મતદારો અને 85 વર્ષથી વધુ વયના 3.92 લાખથી વધુ વ્યક્તિઓનો સમાવેશ થાય છે.

ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી 80.62 લાખ નામો એવા મતદારોના દૂર કરવામાં આવ્યા હતા જેમણે પોતાનું રહેઠાણ બદલી નાખ્યું હતું અથવા જેઓ મતદાર ગણતરી દરમિયાન મળી આવ્યા ન હતા.
આ ઉપરાંત, 16.39 લાખ નામો એવા હતા જેમને મૃત જાહેર કરવામાં આવ્યા હોવાથી દૂર કરાયા હતા. સાત લાખથી વધુ નામો ડુપ્લિકેટ હતા અને 3.83 લાખ નામો “અન્ય” શ્રેણી હેઠળ દૂર કરવામાં આવ્યા હતા.

જે લોકોના નામ રહેઠાણ બદલવાને કારણે અથવા મળી ન આવવાને કારણે દૂર કરવામાં આવ્યા હતા, તેમણે યાદીમાં ફરીથી નામ સામેલ કરાવવા માટે ‘ફોર્મ 6’ મારફતે અરજી કરવાની હતી. ચૂંટણી અધિકારીઓને કુલ 7,87,534 અરજીઓ મળી હતી, જેમાં નવા મતદારોની અરજીઓનો પણ સમાવેશ થાય છે.