CIA ALERT

સુરતીઓની દુનિયા Archives - Page 3 of 82 - Anant Post

July 29, 2026
WhatsApp-Image-2026-07-27-at-18.58.46-1280x853.jpeg
1min60
  • રોજગાર શોધનાર નહીં પણ રોજગાર આપનાર બની દેશના વિકાસમાં યોગદાન આપવા અતુલ પટેલનું આહ્વાન
  • અતુલ પટેલ અને ‘ચૂઝ માય ટ્રીપ’ના ત્રુપેશ વાઘાણીના હસ્તે થયો કાર્યક્રમનો ભવ્ય પ્રારંભ
  • 2500થી વધુ યુવા સાહસિકો અને રોકાણકારોનો મહાકુંભ યોજાયો
  • 25થી વધુ નવા સ્ટાર્ટઅપ્સનું પ્રેઝન્ટેશન; રૂ. 2.3 કરોડથી વધુના સંભવિત ઇન્વેસ્ટમેન્ટ માટે હકારાત્મક વાટાઘાટો સંપન્ન

યુવાનોમાં ઉદ્યોગસાહસિકતા, નવા સ્ટાર્ટઅપ્સ અને રોકાણ અંગે વ્યાપક જાગૃતિ લાવવાના મુખ્ય હેતુથી મોટા વરાછા, સુદામા બેન્ક્વેટ હોલ ખાતે શનિવાર, તા. 25 જુલાઈ 2026ના રોજ ‘કેપિટલ નેક્સસ સિઝન–2’ નું ભવ્ય આયોજન સફળતાપૂર્વક સંપન્ન થયું હતું.

આ કાર્યક્રમમાં સુરત શહેર સહિત સમગ્ર ગુજરાતમાંથી 2500થી વધુ યુવા ઉદ્યોગસાહસિકો, રોકાણકારો અને અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર દિવસ દરમિયાન યોજાયેલા આ કાર્યક્રમમાં 25થી વધુ નવા બિઝનેસ સ્ટાર્ટઅપ્સે પોતાના ઇનોવેટિવ આઇડિયા અને ફંડિંગ યોજનાઓ અગ્રણી રોકાણકારો સમક્ષ રજૂ કરી હતી.

કાર્યક્રમનું ઉદ્‌ઘાટન મુખ્ય અતિથિ અને ચેમ્બર ઓફ કોમર્સના માનદ્‌ ખજાનચી શ્રી અતુલ પટેલ તથા મુખ્ય પ્રાયોજક ‘ચૂઝ માય ટ્રીપ’ના શ્રી ત્રુપેશ વાઘાણીના હસ્તે દીપ પ્રગટાવીને કરવામાં આવ્યું હતું. મુખ્ય અતિથિ શ્રી અતુલ પટેલે પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં યુવાનોને પરંપરાગત માનસિકતામાંથી બહાર આવી નવી વિચારસરણી સાથે આગળ વધવા હાકલ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, આજનો યુવા માત્ર રોજગાર શોધનાર ન બનતાં, નવા સાહસો શરૂ કરીને અન્યોને રોજગારી આપનારો એમ્પ્લોયર બને અને સમાજ તેમજ દેશના આર્થિક વિકાસમાં સક્રિય યોગદાન આપે.

રૂ.2.3 કરોડથી વધુનું સંભવિત રોકાણ: બિઝનેસ પીચિંગ અને નેટવર્કિંગ સેશન દરમિયાન રોકાણકારો અને નવા વ્યવસાય શરૂ કરનાર યુવાનો વચ્ચે અનેક મહત્વપૂર્ણ વ્યાપારી ચર્ચાઓ થઈ હતી. જેના પરિણામે પ્રારંભિક તબક્કે જ રૂ.2.3 કરોડથી વધુના સંભવિત રોકાણ માટે અત્યંત હકારાત્મક વાતચીત થઈ હોવાનું આયોજકો દ્વારા જણાવાયું હતું.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી સખીયા, મયંક ભાલાળા, રિદ્ધિ ગુજરાતી, હેત્વીક ઝાલાવડીયા, ધ્યેય દુધાત્રા અને ક્રિશ કુંભાણી સહિતની યુવા આયોજક ટીમે અથાક મહેનત અને સમર્પણ સાથે કામ કર્યું હતું. કેપિટલ નેક્સસ આજે માત્ર એક ઇવેન્ટ નહીં, પણ યુવાનોના બિઝનેસ આઇડિયાને વેગ આપવા અને યોગ્ય ગાઇડન્સ પૂરું પાડવાનું સશક્ત મંચ બની રહ્યું છે. આયોજકોએ આગામી સમયમાં પણ વધુ મોટા પાયે આવા પ્લેટફોર્મ પૂરા પાડી ગુજરાતના યુવાનોને નવી તકો આપવાનો મક્કમ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

સુરતના મોટા વરાછા ખાતે ‘કેપિટલ નેક્સસ સિઝન–2’ યોજાઈ
2500થી વધુ યુવા સાહસિકો અને રોકાણકારોનો મહાકુંભ યોજાયો
25થી વધુ નવા સ્ટાર્ટઅપ્સનું પ્રેઝન્ટેશન; રૂ. 2.3 કરોડથી વધુના સંભવિત ઇન્વેસ્ટમેન્ટ માટે હકારાત્મક વાટાઘાટો સંપન્ન

રોજગાર શોધનાર નહીં પણ રોજગાર આપનાર બની દેશના વિકાસમાં યોગદાન આપવા અતુલ પટેલનું આહ્વાન
અતુલ પટેલ અને ‘ચૂઝ માય ટ્રીપ’ના ત્રુપેશ વાઘાણીના હસ્તે થયો કાર્યક્રમનો ભવ્ય પ્રારંભ

યુવાનોમાં ઉદ્યોગસાહસિકતા, નવા સ્ટાર્ટઅપ્સ અને રોકાણ અંગે વ્યાપક જાગૃતિ લાવવાના મુખ્ય હેતુથી મોટા વરાછા, સુદામા બેન્ક્વેટ હોલ ખાતે શનિવાર, તા. 25 જુલાઈ 2026ના રોજ ‘કેપિટલ નેક્સસ સિઝન–2’ નું ભવ્ય આયોજન સફળતાપૂર્વક સંપન્ન થયું હતું.

આ કાર્યક્રમમાં સુરત શહેર સહિત સમગ્ર ગુજરાતમાંથી 2500થી વધુ યુવા ઉદ્યોગસાહસિકો, રોકાણકારો અને અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર દિવસ દરમિયાન યોજાયેલા આ કાર્યક્રમમાં 25થી વધુ નવા બિઝનેસ સ્ટાર્ટઅપ્સે પોતાના ઇનોવેટિવ આઇડિયા અને ફંડિંગ યોજનાઓ અગ્રણી રોકાણકારો સમક્ષ રજૂ કરી હતી.

કાર્યક્રમનું ઉદ્‌ઘાટન મુખ્ય અતિથિ અને ચેમ્બર ઓફ કોમર્સના માનદ્‌ ખજાનચી શ્રી અતુલ પટેલ તથા મુખ્ય પ્રાયોજક ‘ચૂઝ માય ટ્રીપ’ના શ્રી ત્રુપેશ વાઘાણીના હસ્તે દીપ પ્રગટાવીને કરવામાં આવ્યું હતું. મુખ્ય અતિથિ શ્રી અતુલ પટેલે પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં યુવાનોને પરંપરાગત માનસિકતામાંથી બહાર આવી નવી વિચારસરણી સાથે આગળ વધવા હાકલ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, આજનો યુવા માત્ર રોજગાર શોધનાર ન બનતાં, નવા સાહસો શરૂ કરીને અન્યોને રોજગારી આપનારો એમ્પ્લોયર બને અને સમાજ તેમજ દેશના આર્થિક વિકાસમાં સક્રિય યોગદાન આપે.

રૂ.2.3 કરોડથી વધુનું સંભવિત રોકાણ: બિઝનેસ પીચિંગ અને નેટવર્કિંગ સેશન દરમિયાન રોકાણકારો અને નવા વ્યવસાય શરૂ કરનાર યુવાનો વચ્ચે અનેક મહત્વપૂર્ણ વ્યાપારી ચર્ચાઓ થઈ હતી. જેના પરિણામે પ્રારંભિક તબક્કે જ રૂ.2.3 કરોડથી વધુના સંભવિત રોકાણ માટે અત્યંત હકારાત્મક વાતચીત થઈ હોવાનું આયોજકો દ્વારા જણાવાયું હતું.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી સખીયા, મયંક ભાલાળા, રિદ્ધિ ગુજરાતી, હેત્વીક ઝાલાવડીયા, ધ્યેય દુધાત્રા અને ક્રિશ કુંભાણી સહિતની યુવા આયોજક ટીમે અથાક મહેનત અને સમર્પણ સાથે કામ કર્યું હતું. કેપિટલ નેક્સસ આજે માત્ર એક ઇવેન્ટ નહીં, પણ યુવાનોના બિઝનેસ આઇડિયાને વેગ આપવા અને યોગ્ય ગાઇડન્સ પૂરું પાડવાનું સશક્ત મંચ બની રહ્યું છે. આયોજકોએ આગામી સમયમાં પણ વધુ મોટા પાયે આવા પ્લેટફોર્મ પૂરા પાડી ગુજરાતના યુવાનોને નવી તકો આપવાનો મક્કમ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

July 29, 2026
Travel-Fair-1280x596.jpg
1min78

ગુજરાત વિધાનસભાના નાયબ અધ્યક્ષ અને સુરત પશ્ચિમના ધારાસભ્ય શ્રી પૂર્ણેશ મોદીએ ઉપસ્થિત રહી પ્રદર્શનને ખુલ્લું મૂક્યું

ડોમેસ્ટિક ટુરિઝમ વધારવાની જરૂર છે, જેથી ભારતીય હૂંડિયામણ ભારતમાં જ રહે તેવો ધારાસભ્યશ્રીનો આગ્રહ

Global Travel Trade Fair 2026 એ માત્ર એક પ્રદર્શન નથી, પરંતુ વૈશ્વિક પ્રવાસન ઉદ્યોગને એક જ છત નીચે લાવતું આંતરરાષ્ટ્રીય મંચ છે. આ એક્સ્પો દ્વારા B2B અને B2C નેટવર્કિંગ માટે ઉત્કૃષ્ટ તકોઃ ચેમ્બર પ્રમુખ અશોક જીરાવાલા

સુરત 28 જુલાઈ 2026: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા પ્રવાસન ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ કરવામાં આવ્યો છે. TAAPI ટ્રાવેલ એક્સ્પો (TTE) 2026ના સહયોગથી ચેમ્બર દ્વારા દક્ષિણ ગુજરાતના ઇતિહાસમાં સર્વપ્રથમવાર આંતરરાષ્ટ્રીય સ્તરના ‘ગ્લોબલ ટ્રાવેલ ટ્રેડ ફેર (GTTF) 2026’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર (SIECC)ના પિલર-લેસ ડોમમાં 28 અને 29 જુલાઈ 2026ના રોજ આ વિશાળ B2B એક્ઝિબિશન યોજાયું છે.

GTTF 2026ના ઉદ્‌ઘાટન સમારોહ આજરોજ સવારે 10:30 કલાકે સરસાણા સ્થિત ઉષાકાંત મારફતિયા હોલ ખાતે યોજાયો હતો. જેમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત વિધાનસભાના નાયબ અધ્યક્ષ અને સુરત પશ્ચિમના ધારાસભ્ય શ્રી પૂર્ણેશ મોદીએ ઉપસ્થિત રહી પ્રદર્શનને ખુલ્લું મૂક્યું હતું. આ ઉપરાંત અતિથિ વિશેષ તરીકે સોહાગિયા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના એમડી શ્રી કાંતિલાલ સોહાગિયા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ‘એક્ઝિબિટર્સ ગાઇડ’ અને ‘GTTF 2027’ ના બ્રોશરનું ડિજિટલ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

ડોમેસ્ટિક ટુરિઝમ વધારવાની જરૂર છે, જેથી ભારતીય હૂંડિયામણ ભારતમાં જ રહે
ગુજરાત વિધાનસભાના નાયબ અધ્યક્ષ અને સુરત પશ્ચિમના ધારાસભ્ય શ્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, આજે વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસે હું દરેક ભારતીય નાગરિકને ભારતના વિવિધ પ્રાકૃતિક સ્થળો, ધાર્મિક, એડવેન્ચર અને રમણીય સ્થળોની મુલાકાત લઈને ભારતીય પરંપરાને નજીકતાથી માણે તેવી ઈચ્છા રાખું છું. કારણ કે, વિકસિત ભારતના મૂળમાં આત્મનિર્ભર ભારત છે અને જ્યારે ભારતીય પ્રવાસન સ્થળોની મુલાકાત ભારતીયો લેશે તો ભારતીય હૂંડિયામણ દેશમાં જ રહેશે. દેશમાં અસંઘટિત ક્ષેત્રના કામગારોને રોજગારી પ્રદાન કરવાનું કાર્ય પ્રવાસન ક્ષેત્ર અને તેના એજેન્ટો દ્વારા થાય છે. પ્રવાસન ક્ષેત્ર રોજગારી પ્રદાન કરવાની સાથે જ રાજકીય સંબંધો મજબૂત કરવાનું કાર્ય અને સંસ્કૃતિનું અદાન-પ્રદાન કરવાનું કાર્ય કરે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આપણે જ્યારે ડોમેસ્ટિક ટુરિઝમ વધારવાની વાત કરી રહ્યા છે, ત્યારે વિશ્વના અનેક દેશો માત્ર ટુરિઝમ થકી જ આર્થિક ઉપાર્જન મેળવે છે તે બાબતને ધ્યાને લેવી જોઈએ. વિશ્વમાં પ્રખ્યાત થયેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી થકી રાજ્યના પ્રવાસન ક્ષેત્રમાં પરિવર્તન આવ્યું છે.

એક્સ્પો દ્વારા B2B (બિઝનેસ-ટુ-બિઝનેસ) અને B2C (બિઝનેસ-ટુ-કન્ઝ્યુમર) નેટવર્કિંગ માટે ઉત્કૃષ્ટ તકો
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, તાજેતરના આર્થિક આંકડા અનુસાર, ભારતમાં ટ્રાવેલ ઉદ્યોગમાં વાર્ષિક એડવર્ટાઇઝિંગ અને માર્કેટિંગ સ્પેન્ડમાં ૨૮% સુધીનો તીવ્ર ઉછાળો નોંધાયો છે. આજે ૭૫% થી વધુ ટ્રાવેલ બુકિંગ અને શોધ ડિજિટલ માધ્યમો જેવાં કે સોશિયલ મીડિયા, એપ્સ અને ઓનલાઇન પ્લેટફોર્મ્સ દ્વારા થાય છે. ખાસ કરીને ટિયર-૨ અને ટિયર-૩ શહેરોમાંથી ડિજિટલ માધ્યમો દ્વારા પ્રવાસન અંગેની જાગૃતિ ૩૫% થી વધુ વધી છે. આજે પણ સ્થાનિક પ્રવાસન અને વિશ્વાસપાત્ર આયોજનો માટે વર્તમાનપત્રો અને પ્રિન્ટ મીડિયા સૌથી મોટું અને ભરોસાપાત્ર માધ્યમ છે, જે સ્થાનિક લોકોને ટૂરિઝમ સાથે સીધા જોડે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ Global Travel Trade Fair 2026 એ માત્ર એક પ્રદર્શન નથી, પરંતુ વૈશ્વિક પ્રવાસન ઉદ્યોગને એક જ છત નીચે લાવતું આંતરરાષ્ટ્રીય મંચ છે. આ એક્સ્પો દ્વારા B2B (બિઝનેસ-ટુ-બિઝનેસ) અને B2C (બિઝનેસ-ટુ-કન્ઝ્યુમર) નેટવર્કિંગ માટે ઉત્કૃષ્ટ તકો ઉભી થશે. અહીં દેશ-વિદેશના ડેસ્ટિનેશન્સ, નવીનતમ સેવાઓ અને ટ્રાવેલ ટેક્નોલોજીનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સુરત, જે ભારતનું સૌથી ઝડપથી વિકસતું આર્થિક હબ છે, ત્યાં નવતર વ્યવસાયિક તકોના દ્વાર ખુલશે.

ભારતની કુલ આવક (ટર્નઓવર)ના ગ્રોથમાં પ્રવાસન ઉદ્યોગનો ફાળો અત્યારે 13% થી પણ વધુ છે
શ્રી કાંતિલાલ સોહાગિયાએ જણાવ્યું હતું કે, ભારતની કુલ આવક (ટર્નઓવર)ના ગ્રોથમાં પ્રવાસન ઉદ્યોગનો ફાળો અત્યારે 13% થી પણ વધુ છે. ઘણા વર્ષો પહેલા જ્યારે તેમણે વ્યવસાય શરૂ કર્યો હતો, ત્યારે આ ક્ષેત્રનો ગ્રોથ માત્ર 3 થી 4% હતો, જે આજે વધીને 13 થી 15% સુધી પહોંચી ગયો છે. તેમના મતે આ ઈન્ડસ્ટ્રીમાં અકલ્પનીય વિકાસની તકો રહેલી છે.

ઉદઘાટન સમારોહના અંતે ચેમ્બરના ઉપ પ્રમુખશ્રી રવિરાજ દેસાઈએ ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. આ પ્રસંગે ચેમ્બર ઓફ કોમર્સના માનદ્ મંત્રી શ્રી પરેશ લાઠિયા, માનદ્ ખજાનચી શ્રી અતુલ પટેલ, તાપી એસોસિએશનના પ્રમુખ શ્રી જિગ્નેશ પટેલ, ચેમ્બરના પૂર્વ પ્રમુખશ્રીઓ, ગ્રૃપ ચેરમેનો અને વિવિધ કમિટીના ચેરમેનશ્રીઓ તેમજ એક્ઝિબિટર્સ ઉપસ્થિત રહ્યા હતા. ચેમ્બરના ઓલ એક્ઝિબિશન ચેરમેન શ્રી મનીષ કાપડિયાએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું, જ્યારે ગ્લોબલ ટ્રાવેલ ટ્રેડ ફેર-2026ના ચેરમેન શ્રી વિનેશ શાહે એક્ઝિબિશન વિશેની માહિતી આપી હતી.

July 24, 2026
01.JPG-1280x853.jpeg
2min58

  • ભાજપ મહિલા મોરચાનાં પ્રદેશ અધ્યક્ષ અંજુબેન વેકરિયાના હસ્તે મેળો ખુલ્લો મુકાયો; ગૃહ ઉદ્યોગ કરતી મહિલાઓ માટે વેપારના નવા દ્વાર ખુલશે
  • સુરત નારી સશક્તિકરણનું કેન્દ્ર; મહિલાઓના હુન્નરને માર્કેટિંગ પ્લેટફોર્મ આપવા ચેમ્બર સતત પ્રયત્નશીલ: અશોક જીરાવાલા
  • મહિલાઓ આર્થિક રીતે સક્ષમ બને તે માટે સરકારના તાલીમ કાર્યક્રમો અને વર્કશોપનો લાભ લેવા અંજુબેન વેકરિયાનું આહ્વાન
  • કોરોના કાળથી શરૂ થયેલી ચેમ્બરની આ પહેલથી સ્થાનિક મહિલા સાહસિકોને મોટું પ્રોત્સાહન મળ્યું: દિનેશ નાવડિયા
  • રાખી, ડિઝાઇનર સાડીઓ, ઇમિટેશન જ્વેલરી, હસ્તકલા અને હોમ ડેકોર સહિતની પ્રોડક્ટ્સનું એક જ જગ્યાએ ભવ્ય પ્રદર્શન આજે પણ ચાલુ રહેશે

શ્રાવણ માસ દરમિયાન આવતા પવિત્ર તહેવારોની ઉજવણીને ધ્યાનમાં રાખીને વેપાર અને મહિલા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન આપવાના હેતુથી ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા તા. 24 અને 25 જુલાઈ 2026ના રોજ મોટા વરાછા, સુદામા ચોક સ્થિત SMC કોમ્યુનિટી હોલ ખાતે દ્વિ-દિવસીય ‘શ્રાવણ બિઝનેસ મેળા 2026’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સવારે 10:00થી સાંજે 07:00 કલાક દરમિયાન યોજાયેલા આ બિઝનેસ મેળાનો ભાજપ મહિલા મોરચા ગુજરાતનાં અધ્યક્ષ શ્રીમતી અંજુબેન વેકરિયાના વરદ્‌ હસ્તે આજે ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ગૃહ ઉદ્યોગ કરતી બહેનોને વ્યાપારી પ્લેટફોર્મ: ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, “શ્રાવણનો પવિત્ર મહિનો સમૃદ્ધિ અને નવી શરૂઆતનો સંદેશ આપે છે. સુરત હંમેશાં નારી સશક્તિકરણનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે. ટેક્સટાઇલ અને અન્ય ક્ષેત્રોમાં લાખો મહિલાઓ રોજગારી મેળવે છે. જે બહેનો ઘરે બેસીને નાના ગૃહ ઉદ્યોગો ચલાવે છે, તેમના હુન્નરને યોગ્ય માર્કેટિંગ અને ગ્રાહકોનું પ્લેટફોર્મ મળી રહે તે માટે ચેમ્બર આ મેળાનું આયોજન કરે છે. આ મેળો માત્ર વેપારનું માધ્યમ નથી પણ લઘુ ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ અને મહિલા સાહસિકોને નવા બજારો સાથે જોડતો સેતુ છે.”

મહિલાઓ દરેક સ્થિતિમાં આત્મનિર્ભર બનવા સક્ષમ: અંજુબેન વેકરિયા મુખ્ય અતિથિ શ્રીમતી અંજુબેન વેકરિયાએ બહેનોને આત્મનિર્ભર બનવા પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, મહિલાઓ ઘરની સાથે વેપાર પણ શ્રેષ્ઠ રીતે સાચવી શકે છે. બહેનો આર્થિક રીતે પગભર બને તે માટે રિઝર્વ બેંક પ્રેરિત કલાભારતી જેવા સરકારી તાલીમ કાર્યક્રમો અને વર્કશોપનો મહત્તમ લાભ લેવો જોઈએ. જ્યારે ચેમ્બરના પૂર્વ પ્રમુખ શ્રી દિનેશ નાવડિયાએ યાદ અપાવ્યું હતું કે, કોરોના કાળમાં મહિલાઓને રોજગારી આપવા શરૂ કરાયેલી ચેમ્બરની આ પરંપરા આજે બહેનો માટે વેપારના નવા દ્વાર ખોલી રહી છે.

એક જ છત નીચેથી તહેવારલક્ષી ખરીદી: ચેમ્બરના શ્રાવણ બિઝનેસ મેળાનાં ચેરપર્સન શ્રીમતી રૂપલ શાહે વિગતો આપતા જણાવ્યું કે, આ મેળામાં ફેન્સી રાખડીઓ, રાખી કાર્ડ્સ, ડિઝાઇનર ડ્રેસ મટીરિયલ્સ, ઇમિટેશન જ્વેલરી, હોમ કેર પ્રોડક્ટ્સ, હેન્ડિક્રાફ્ટ, હોમ ડેકોરેશન, ફેન્સી બ્લાઉઝ, સાડીઓ, બેડશીટ્સ, કુર્તી-કોટી અને વાનગીઓ સહિતની તમામ તહેવારલક્ષી વસ્તુઓ ઉપલબ્ધ કરાઈ છે.

ઉદ્‌ઘાટન સમારોહનું સફળ સંચાલન માનદ્ ખજાનચી શ્રી અતુલ પટેલે કર્યું હતું અને ઓલ એક્ઝિબિશન ચેરમેન શ્રી મનીષ કાપડિયાએ આભારવિધિ કરી હતી. આ પ્રસંગે લેડીઝ વિંગનાં ચેરપર્સન શ્રીમતી અલ્પાબેન મદ્રાસી, સ્થાનિક કોર્પોરેટરો સર્વશ્રી મનુભાઈ બલર, શ્રીમતી મનીષાબેન ખેર, શ્રીમતી ચંદ્રિકાબેન આસોદરિયા, શ્રી જૈનેશકુમાર જાદવ, શ્રીમતી જયશ્રીબેન ઓવારા, શ્રીમતી નયનાબેન ડોબરિયા સહિત સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

July 20, 2026
adani-Navchetan.jpg
1min87

સુરત, હજીરા: નવચેતન અદાણી વિદ્યાલય, જુનાગામ (શિવરામપુર) દ્વારા ‘તાપી પ્રાગટ્ય દિવસ’ની અનોખી ઉજવણી કરવામાં આવી. પર્યાવરણીય જાગૃતિના હેતુથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ હજીરા ખાતે તાપી નદીના કિનારે પહોંચીને તાપી મૈયાનું ભાવપૂર્વક પૂજન-અર્ચન કર્યું હતું.

મુલાકાત પૂર્વે શિક્ષકોએ પ્રેઝન્ટેશન દ્વારા વિદ્યાર્થીઓને દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન તાપી નદીના ભૌગોલિક મહત્વ, પ્રદૂષણના કારણો અને નદી સંરક્ષણ અંગે વિસ્તૃત સમજ આપી હતી. આ જ્ઞાનને અમલમાં મૂકતા વિદ્યાર્થીઓએ નદી કિનારે ઉત્સાહભેર સફાઈ ઝુંબેશ ચલાવી હતી અને પ્લાસ્ટિકમુક્ત તાપીનો સંદેશ આપતી એક પ્રભાવશાળી મૂક રેલી યોજી હતી.

વિદ્યાર્થીઓએ સ્વહસ્તે બનાવેલા આકર્ષક પોસ્ટરો દ્વારા સ્થાનિક નાગરિકો, વાહનચાલકો અને રાહદારીઓને નદી બચાવવા માટે પ્રેરિત કર્યા હતા. આ સરાહનીય પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરવા હજીરા પોલીસ સ્ટેશનના અધિકારીઓ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોના પ્રયાસોને બિરદાવ્યા હતા.

કાર્યક્રમના અંતે સૌએ તાપી નદીને કચરામુક્ત રાખવા, સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો ત્યાગ કરવા અને પર્યાવરણનું જતન કરવાના સામૂહિક શપથ લીધા હતા. આ પ્રેરણાદાયી અભિયાન દ્વારા અદાણી વિદ્યાલયે વિદ્યાર્થીઓ સાથે સમાજમાં પણ પર્યાવરણીય સંવેદનશીલતા જગાવવાનો સશક્ત પ્રયાસ કર્યો છે.

July 20, 2026
image-23-1280x853.png
1min73

માત્ર રૂ. 50માં સાત્વિક ભોજનની સુવિધા • હીરા ઉદ્યોગના વેપારીઓના સહયોગથી સામાજિક સેવાનું અનોખું મોડેલ • SDB માત્ર વેપાર નહીં, સંસ્કારનું પણ કેન્દ્ર બની રહ્યું છે

વિશ્વના સૌથી મોટા ઓફિસ કોમ્પ્લેક્સ તરીકે ઓળખાતા સુરત ડાયમંડ બુર્સ (SDB)માં હવે માત્ર હીરાના વેપાર પૂરતો જ નહીં, પરંતુ સામાજિક સેવા અને માનવ કેન્દ્રિત સુવિધાઓનો પણ વિસ્તાર થઈ રહ્યો છે. આજે SDB ખાતે ‘ચોવહાર હાઉસ અને ભોજનશાળા’નો પ્રારંભ કરવામાં આવ્યો, જે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ, કર્મચારીઓ, મુલાકાતીઓ તેમજ જૈન સમાજના લોકો માટે મહત્વપૂર્ણ સુવિધા સાબિત થશે.

આ ભોજનશાળામાં દરરોજ બપોરે માત્ર રૂ. 50ના સેવામૂલ્યે સ્વચ્છ, સાત્વિક અને ભરપેટ શાકાહારી ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉપરાંત સાંજના સમયે ચોવહારની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેથી જૈન ધર્મના નિયમોનું પાલન કરતા લોકોને અનુકૂળતા મળશે.

પ્રસંગે સુરત ડાયમંડ બુર્સ ચોવહાર હાઉસ અને ભોજનશાળા સમિતિના પ્રમુખ સેવંતીભાઈ શાહે જણાવ્યું હતું કે, હીરા ઉદ્યોગના વેપારીઓ અને દાતાશ્રીઓના સ્વૈચ્છિક સહયોગથી આ સેવા શરૂ થઈ છે અને તેનો મુખ્ય હેતુ ગુણવત્તાયુક્ત તથા સાત્વિક ભોજન સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો છે.

SDBના વાઇસ ચેરમેન લાલજીભાઈ પટેલે જણાવ્યું હતું કે સુરત ડાયમંડ બુર્સ હવે માત્ર વૈશ્વિક હીરા વેપારનું કેન્દ્ર નથી રહ્યું, પરંતુ સેવા, સંસ્કાર અને સામાજિક જવાબદારીનું પણ પ્રતીક બની રહ્યું છે. ભવિષ્યમાં પણ વેપારીઓ અને દાતાશ્રીઓના સહયોગથી આવી સેવાઓ સતત ચાલુ રહેશે.

આ પ્રસંગે હીરા ઉદ્યોગના અનેક અગ્રણી ઉદ્યોગપતિઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર પ્રકલ્પ અનેક દાતાશ્રીઓના ઉદાર યોગદાનથી સાકાર થયો હોવાનું સમિતિએ જણાવ્યું હતું.

SDB માટે આ પહેલ કેમ મહત્વપૂર્ણ?

છેલ્લાં કેટલાક વર્ષોમાં સુરત ડાયમંડ બુર્સે પોતાની ઓળખ માત્ર ઓફિસ સ્પેસ પૂરતી સીમિત રાખી નથી. વેપારીઓને એક જ કેમ્પસમાં બેંકિંગ, કસ્ટમ્સ, લોજિસ્ટિક્સ, સુરક્ષા, કોન્ફરન્સ સુવિધાઓ અને હવે ગુણવત્તાયુક્ત ભોજન જેવી સેવાઓ ઉપલબ્ધ કરાવવાની દિશામાં સતત પ્રયાસો થઈ રહ્યા છે. ‘ચોવહાર હાઉસ અને ભોજનશાળા’ જેવી પહેલ કર્મચારીઓ અને વેપારીઓ માટે સમય તથા ખર્ચની બચત સાથે કાર્યક્ષમતામાં વધારો કરશે.

વિશેષ કરીને હજારો કર્મચારીઓ અને મુલાકાતીઓ દરરોજ SDBમાં આવે છે. આવી સ્થિતિમાં ઓછી કિંમતમાં સ્વચ્છ અને વિશ્વસનીય ભોજન મળવાથી સમગ્ર બિઝનેસ ઇકોસિસ્ટમને સીધો લાભ મળશે. આ પહેલ SDBને ‘વર્કપ્લેસથી આગળ વધીને સંપૂર્ણ બિઝનેસ કમ્યુનિટી’ તરીકે વિકસાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

July 20, 2026
image-22.png
1min54

કેન્સર સર્જરીમાં આધુનિક ટેકનોલોજીથી દર્દીઓ માટે ઝડપી રિક્વરી શક્ય

હવે કેન્સરની સારવારમાં માત્ર બીમારી મટાડવી જ નહીં, પરંતુ ‘ક્વોલિટી ઓફ લાઈફ’ (જીવનની ગુણવત્તા) જાળવવી મહત્વની

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા રવિવારે તા. 19 જુલાઈ 2026ના રોજ સવારે 10:30 કલાકે, સમૃદ્ધિ બિલ્ડીંગ, નાનપુરા, સુરત ખાતે ‘નાનું કટ.. કેન્સર પર મોટી જીત’ વિશે સેશન યોજાયું હતું, જેમાં પીપી મણિયા હોસ્પિટલના સીનિયર કન્સલ્ટન્ટ સર્જન ડો. મિશાલ શાહે કેન્સર સર્જરી વિશે અને ડો. મૃદુલ પટેલે લેપ્રોસ્કોપિક સર્જરીના ફાયદાઓ વિસ્તૃત સમજ આપી હતી.

હવે કેન્સરની સારવારમાં માત્ર બીમારી મટાડવી જ નહીં, પરંતુ ‘ક્વોલિટી ઓફ લાઈફ’ (જીવનની ગુણવત્તા) જાળવવી મહત્વનીઃ ડો. મિશાલ શાહ
સીનિયર કન્સલ્ટન્ટ સર્જન ડો.મિશાલ શાહે કેન્સર સર્જરીમાં આવેલા પરિવર્તનો વિશે વાત કરતા જણાવ્યું કે, હવે કેન્સરની સારવારમાં માત્ર બીમારી મટાડવી જ નહીં, પરંતુ ‘ક્વોલિટી ઓફ લાઈફ’ (જીવનની ગુણવત્તા) જાળવવી અને પેશન્ટ કેટલી વહેલી તકે સામાન્ય જીવનમાં પરત ફરી શકે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. તેમણે ઉમેર્યું કે લેપ્રોસ્કોપી (દૂરબીનથી થતી સર્જરી) દ્વારા પેટના અને છાતીના મોટાભાગના કેન્સરના ઓપરેશન હવે શક્ય છે, જેનાથી પેશન્ટને ઓછામાં ઓછો દુખાવો થાય છે.

ડો.મૃદુલ પટેલે લેપ્રોસ્કોપિક સર્જરીના ફાયદાઓ સમજાવતા કહ્યું કે,

  • પરંપરાગત 15-20 સે.મી.ના મોટા ચીરાને બદલે માત્ર 1 સેમીના નાના કાણાં દ્વારા જટિલ ઓપરેશનો કરવામાં આવે છે.
  • 3D અને 4K કેમેરા સિસ્ટમ દ્વારા ડોક્ટર્સને પેટની અંદરનું 360 ડિગ્રી સ્પષ્ટ દ્રશ્ય દેખાય છે, જે વધુ ચોકસાઈપૂર્વક સર્જરી કરવામાં મદદ કરે છે.
  • નાના ચીરાને કારણે પેશન્ટ 24 કલાકમાં ચાલતું થઈ જાય છે અને 4 થી 5 દિવસમાં રજા મેળવી શકે છે.
  • કેન્સરની સર્જરી બાદ કીમોથેરાપી કે રેડિએશનની જરૂર હોય તો દર્દી ઝડપથી રિક્વર થવાને કારણે સમયસર બીજી સારવાર શરૂ કરી શકાય છે.

સેમિનારમાં ICG ડાઈ જેવી નવી ટેકનોલોજી અને ચોથા સ્ટેજના કેન્સર માટે ‘પાઈપેક’ (PIPAC) જેવી અત્યાધુનિક પદ્ધતિઓ વિશે પણ માહિતી આપવામાં આવી હતી, જેના દ્વારા પેટમાં ભરાતા પાણીની સમસ્યામાં રાહત મેળવી શકાય છે. નિષ્ણાંતોએ સ્પષ્ટ કર્યું હતું કે દૂરબીનથી થતા ઓપરેશન કોઈ પ્રયોગ નથી, પરંતુ આજના સમયમાં તે ‘સ્ટાન્ડર્ડ ઓફ કેર’ છે.

આ સેશનમાં ચેમ્બર ઓફ કોમર્સના માનદ્ મંત્રી શ્રી પરેશ લાઠિયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. આ કાર્યક્રમમાં ચેમ્બરના માનદ્ ખજાનચી શ્રી અતુલ પટેલ, ડો.સોહમ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ચેમ્બરની પબ્લિક હેલ્થ કમિટીના કો-ચેરમેન ડો.ભાવિની દીક્ષિતે વક્તાનો પરિચય આપ્યો હતો. અંતે, ઉપસ્થિતોને મુંઝવતા પ્રશ્નોના સંતોષકારક જવાબો વક્તાશ્રી દ્વારા આપવામાં આવ્યા હતા. ચેમ્બરની પબ્લિક હેલ્થ કમિટીના ચેરમેન ડો.જગદીશ વઘાસિયા કાર્યક્રમનું સંચાલન કર્યું હતું તેમજ ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો.

July 17, 2026
Dinesh-Navadiya-1280x971.jpg
1min78

CiA Live ન્યુઝ વેબ

સુરત કે દક્ષિણ ગુજરાતમાં જ નહીં પણ સમગ્ર રાજ્યમાં પહેલી હરોળમાં સ્થાન પામતી સુરતની વરાછા કો.ઓ. બેંકના બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેન તરીકે હીરા ઉદ્યોગના આગેવાન અને ઇન્ડીયન ડાયમંડ ઇન્સ્ટીટ્યુટના ચેરમેન દિનેશ નાવડીયાની વરણી કરવાનો ઠરાવ કરીને વરાછા બેંક મેનેજમેન્ટ દ્વારા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને મંજૂરી અર્થે મોકલી આપવામાં આવ્યો હતો. જેના પ્રતિસાદમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરફથી દિનેશ નાવડીયાની વરણીને મંજૂરી આપવામાં આવી છે. બેંકના ચેરમેન નરેન્દ્રભાઇ કુકડીયા તેમજ અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં દિનેશ નાવડીયાએ બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેન તરીકેનો ચાર્જ અખત્યાર કર્યો હતો.

આ પ્રસંગે દિનેશ નાવડીયાએ મિડીયા કર્મીઓને સંબોધતા જણાવ્યું હતું કે વરાછા કો-ઓપરેટિવ બેંકના બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેન તરીકે મારી વરણીને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મંજૂરી મળતાં હું બેંકના તમામ સભાસદો, થાપણદારો, ગ્રાહકો, શેરહોલ્ડરો અને બોર્ડના તમામ સભ્યોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. મારા પર મૂકવામાં આવેલા વિશ્વાસને હું એક મોટી જવાબદારી તરીકે સ્વીકારું છું.

વરાછા કો-ઓપરેટિવ બેંકે છેલ્લા ઘણા વર્ષોથી પારદર્શિતા, વિશ્વસનીયતા અને ગ્રાહકકેન્દ્રિત સેવાઓના આધારે ગુજરાતની અગ્રણી સહકારી બેંકોમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. આ પ્રતિષ્ઠાને વધુ મજબૂત બનાવવાનો અમારો સંકલ્પ રહેશે.

આગામી સમયમાં બેંકના વહીવટમાં સુશાસન (Good Governance), પારદર્શિતા, નિયમનકારી માળખાનું સંપૂર્ણ પાલન, જોખમ વ્યવસ્થાપન (Risk Management) અને આધુનિક બેંકિંગ સેવાઓના વિસ્તરણ પર વિશેષ ભાર મૂકવામાં આવશે. ડિજિટલ બેંકિંગને વધુ સશક્ત બનાવવાની સાથે ગ્રાહકોને ઝડપી, સુરક્ષિત અને ગુણવત્તાસભર સેવાઓ ઉપલબ્ધ કરાવવાનું અમારી પ્રાથમિકતા રહેશે.
સહકારી ક્ષેત્રની મૂળ ભાવના અનુસાર નાના વેપારીઓ, ઉદ્યોગસાહસિકો, મહિલાઓ, યુવાનો, વ્યાવસાયિકો તથા સામાન્ય ગ્રાહકોની

નાણાકીય જરૂરિયાતોને વધુ અસરકારક રીતે પૂરી કરી શકાય તે માટે નવા આયામો પર કામ કરવામાં આવશે. બેંકના મજબૂત નાણાકીય પાયા, થાપણદારોના હિતોની સુરક્ષા અને સતત વિકાસ માટે બોર્ડ ઓફ મેનેજમેન્ટ, કર્મચારીગણ અને તમામ હિતધારકો સાથે ટીમભાવનાથી કાર્ય કરવામાં આવશે.

વરાછા કો-ઓપરેટિવ બેંકને વધુ આધુનિક, વધુ મજબૂત, વધુ વિશ્વસનીય અને ગ્રાહકોની પ્રથમ પસંદગી બને તેવી સંસ્થા તરીકે આગળ લઈ જવાનો અમારો સ્પષ્ટ રોડમેપ રહેશે. બેંકના વિકાસની સાથે સમાજ અને અર્થતંત્રના વિકાસમાં પણ વધુ સકારાત્મક યોગદાન આપી શકાય તે દિશામાં સતત પ્રયત્ન કરવામાં આવશે.

મને વિશ્વાસ છે કે બેંકના કર્મચારીઓ, ગ્રાહકો, સભાસદો અને તમામ શુભેચ્છકોના સહયોગથી આપણે વિકાસના નવા સીમાચિહ્નો સ્થાપિત કરી શકીશું.

July 17, 2026
taada-1280x960.jpg
1min118

સરસાણા ચેમ્બર ઓફ કોમર્સ સંકુલના પ્લેટિનમ હોલ ખાતે 19 જુલાઇએ કોન્કલેવ સાથે ફેશનોવા 2026 ફેશન શોનું પણ આયોજન

ટેક્ષટાઇલ ઉદ્યોગના આગેવાન અને સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના માજી પ્રમુખ અજોય ભટ્ટાચાર્ય અને કેટલાક ઉદ્યોગપતિઓએ ત્રણેક મહિના પૂર્વે ટેક્સટાઇલ એન્ડ એપેરલ ડેલપમેન્ટ એસોસીએશન TAADAની રચના કરી છે અને આ સંગઠનની સૌથી પહેલી ઇવેન્ટ, નેશનલ ટેક્ષટાઇલ એક્સપોર્ટ કોન્કલેવનું આયોજન આગામી તા.19મી જુલાઇને રવિવારના રોજ સરસાણા સ્થિત ચેમ્બર ઓફ કોમર્સ સંકુલના પ્લેટીનમ હોલ ખાતે કરવામાં આવ્યું છે.

વધુ વિગતો આપતા TAADAના પ્રેસિડેન્ટ અજોય ભટ્ટાચાર્ય તેમજ મયુર ગોળવાલાએ જણાવ્યું હતું કે દૈનિક 6 કરોડ મીટર કાપડનું ઉત્પાદન કરતા સુરત ટેક્ષટાઇલ ક્લસ્ટરમાંથી ટેક્સટાઇલ પ્રોડક્ટ્સની નિકાસ વધે તે માટેના પ્રયાસો TAADA હાથ ધરવામાં આવ્યા છે. સુરતની પોતાની ઓળખ મેનમેડ ફાઇબર ઉપરાંત ડેનિમ, વિસ્કોસ, ટેકનિકલ ટેક્સટાઇલ્સ અને એમ્બ્રોઇડરી જેવા ક્ષેત્રોમાં સુરતમાં જે કામ થાય છે તેને જો વૈશ્વિક બજારમાં મૂકવામાં આવે તો વિદેશી ખરીદારો તેને ફટાફટ ખરીદી કરી શકે. પરંતુ, ચોક્કસ કારણોસર એક્સપોર્ટ થઇ શકતું નથી. સુરતના ટેક્ષટાઇલ ઉદ્યમીઓમાં નિકાસને પ્રોત્સાહન મળે તે માટે આ કોન્કલેવમાં તમામ પ્રકારના પાસાઓને આવરી લઇને નોલેજ શેરીંગ સેશન રાખવામાં આવ્યા છે, જેનાથી કોન્કલેવમાં જોડાનારા એમ.એસ.એમ.ઇ.થી લઇને મોટા ઉદ્યોગપતિઓ સુધી તમામને નિકાસ માટે જરૂરી ગાઇડન્સ મળી રહે.

અજોય ભટ્ટાચાર્યએ જણાવ્યું કે આ કોન્કલેવમાં દેશના કાપડ ઉદ્યોગના આગેવાનો ખુદ ગાઇડન્સ આપશે.કોન્કલેવ બપોરે 2.30 કલાકથી શરૂ થશે અને એ પછી સાંજે 7 વાગ્યે ઇન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાઇન એન્ડ ટેક્નોલોજી (આઇ.ડી.ટી.)ના વિદ્યાર્થીઓ દ્વારા ફેશનોવા 2026 ફેશન શો યોજાશે. આ ફેશન શોમાં સસ્ટેનેબિલિટી આધારીત વિશિષ્ટ થીમ્સ રજૂ કરવામાં આવશે.

July 17, 2026
STM.jpg
1min67

તા.18મી જુલાઇને શનિવારે સુરતના વિકસેલા કાપડ ઉદ્યોગની સૌથી પહેલા અસ્તિત્વમાં આવેલી સુરત ટેક્ષટાઇલ માર્કેટની ચૂંટણી યોજાઇ રહી છે. ચૂંટણીમાં બે પેનલ વચ્ચે હરીફાઇ છે. એક પેનલનું નામ એકતા પેનલ છે જે સત્તાધારી પક્ષના ઉમેદવારોની પેનલ છે જેમાં સમાજના લબ્ધ પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓ, વિક્રેતાઓ અને સમાજના શ્રેષ્ઠીઓનો સમાવેશ થાય છે. જ્યારે એકતા પેનલની સામે ટેક્ષટાઇલ માર્કેટના અસંતુષ્ઠ શોપ ઑનર્સની બનેલી પેનલ છે, જેનું નામ પ્રગતિ પેનલ છે.

સુરત ટેક્ષટાઇલ માર્કેટની પૂર્વ સંધ્યાએ જે પ્રકારનો માહોલ માર્કેટમાં અને શોપ ઑનર્સમાં જોવા-જાણવા મળ્યો એ મુજબ ચૂંટણીમાં સત્તાધારીઓની એકતા પેનલનો વિજય નિશ્ચિત મનાય છે. માર્કેટના મોટાભાગના દુકાનદારોએ કહ્યું કે તેઓ વર્તમાન મેનેજમેન્ટમાં સંપૂર્ણ વિશ્વાસ ધરાવે છે અને અત્યાર સુધી એકતા પેનલના ઉમેદવારોએ જે પણ કંઇ કર્યું છે એ સંપૂર્ણપણે પારદર્શી અને દુકાનદારોના હિતમાં કર્યું છે. કેટલાક દુકાનદારોને તેમના વહીવટથી વિરોધ છે, તેનો મતલબ એ નથી કે સુરત ટેક્ષટાઇલ માર્કેટના બધા વેપારીઓમાં વિરોધ છે. જે લોકોને સુરત મહાનગરપાલિકા સાથે થયેલી લીઝ એગ્રિમેન્ટ સામે વિરોધ છે તેમણે એકતા પેનલના ઉમેદવારો સામે એલફેલ અને મનઘડંત આરોપો લગાડ્યા અને ચૂંટણીમાં માહોલ ડહોળવાનો પ્રયાસ કર્યો પરંતુ, એકતા પેનલના ઉમેદવારો સહેજ પણ વિચલિત થયા વગર સુરત ટેક્ષટાઇલ માર્કેટના દુકાનદારોમાં ફર્યા અને પ્રચાર કર્યો. એકતા પેનલના ઉમેદવારો સામે ગેરરીતિ અને ભ્રષ્ટાચારના મનઘડંત આક્ષેપો કરવામાં આવ્યા, જે માની શકાય તેવા નથી એવું મોટા ભાગના દુકાનદારો જાણે છે અને એટલે જ ટેક્ષટાઇલ માર્કેટની ચૂંટણીમાં એકતા પેનલના ઉમેદવારોનો વિજય નિશ્ચિત જણાય રહ્યો છે.

મતદાનની પૂર્વ સંધ્યાએ સુરત ટેક્ષટાઇલ માર્કેટના મોટા ભાગના વેપારીઓમાં એ વાત પહોંચી ચૂકી છે કે સમાજના શ્રેષ્ઠીઓની બનેલી એકતા પેનલ જ સુરત ટેક્ષટાઇલ માર્કેટનો ભાવિ વિકાસ કરી શકવા માટે સમર્થ છે, કેટલાક લોકોનો દુષ્પ્રચાર એકતા પેનલે કરેલી કામગીરીને કલંકિત કરી શકે નહીં.

July 16, 2026
WhatsApp-Image-2026-07-16-at-16.10.53-1280x876.jpeg
1min149

CiA Live ન્યુઝ

આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS India) એ સુરતની પ્રતિષ્ઠિત ઇજનેરી સંસ્થા, સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (SVNIT) સહયોગથી આજે (16મી જુલાઇ 2026)ના રોજ એમ્પ્લોયેબિલિટી એનહાન્સમેન્ટ પ્રોગ્રામ (EEP)નું આજે કાર્યાન્વિત કર્યો છે. આ એક વર્ષીય સર્ટિફિકેશન કોર્સનો મુખ્ય હેતુ યુવા એન્જિનિયરિંગ પ્રતિભાને શૈક્ષણિક અભ્યાસ અને ઉદ્યોગની વાસ્તવિક જરૂરિયાતો વચ્ચેનું અંતર દૂર કરીને રોજગાર માટે વધુ સક્ષમ બનાવવાનો છે. આ કાર્યક્રમ ખાસ કરીને સુરત અને આસપાસના વિસ્તારોના યુવા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ અને ડિપ્લોમા ધારકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે.

ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે સુરત કલેક્ટર તેજસ પરમાર તેમજ વિશિષ્ટ અતિથિ તરીકે સુડાના ચીફ એક્ઝિક્યુટિવ રાજ સુથાર ઉપસ્થિત રહ્યા હતા. એસવીએનઆઇટીના ડિરેક્ટર પ્રો.(ડૉ.) અનુપમ શુક્લા, સાથે એએમએનએસના વાઇસ પ્રેસિડેન્ટ એચ.આર. અને એડમિનિસ્ટ્રેશન આશુતોષ તેલંગ, SVNITના વરિષ્ઠ અધ્યાપકો, AM/NS Indiaના પ્રતિનિધિઓ તેમજ સ્થાનિક ગામોના સરપંચો અને વિદ્યાર્થીઓના વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમના પ્રથમ બેચમાં કુલ 80 તાલીમાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં 40 એન્જિનિયરિંગ સ્નાતકો અને 40 ડિપ્લોમા ધારકોનો સમાવેશ થાય છે. સુરત અને આસપાસના વિસ્તારોમાંથી પસંદ કરાયેલા આ તમામ ઉમેદવારો SVNIT સુરત અને AM/NS ઇન્ડિયા દ્વારા સંયુક્ત રીતે સંચાલિત એક વર્ષીય સર્ટિફિકેશન કોર્સમાં તાલીમ મેળવશે. કાર્યક્રમને એવી રીતે તૈયાર કરવામાં આવ્યો છે કે જેમાં ભાગ લેનારાઓને ઉદ્યોગ સંબંધિત વ્યવહારુ જ્ઞાન, ટેક્નિકલ કુશળતા, ઔદ્યોગિક સલામતી અંગેની સમજ, ગુણવત્તા વ્યવસ્થાપન (Quality Management) સંબંધિત પદ્ધતિઓ તેમજ આધુનિક મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર માટે જરૂરી વ્યવસાયિક કૌશલ્યો પ્રાપ્ત થાય છે.

વર્ષ 2030 સુધીમાં ભારતને આશરે 115 મિલિયન નવી રોજગારીની તકોનું સર્જન કરવું પડશે અને ઉદ્યોગોની બદલાતી જરૂરિયાતો તથા નવી ટેક્નોલોજીની માંગને પહોંચી વળવા માટે દેશના અંદાજે 63 ટકા કાર્યબળને કૌશલ્ય ઉન્નતિ (Skill Upgradation)ની જરૂર પડશે. આ અંતરને દૂર કરવા માટે આધુનિક તાલીમ પ્રણાલીઓ તથા સરકાર, શૈક્ષણિક સંસ્થાઓ અને ઉદ્યોગો વચ્ચે મજબૂત સહયોગ અનિવાર્ય છે.

એમ્પ્લોયેબિલિટી એનહાન્સમેન્ટ પ્રોગ્રામ આ પડકારનો વ્યવહારુ ઉકેલ પૂરું પાડવાના હેતુથી રચવામાં આવ્યો છે, જે ગુજરાત અને ભારત માટે ભવિષ્યલક્ષી, કુશળ અને ઉદ્યોગ માટે તૈયાર માનવબળનું નિર્માણ કરવામાં સહાયરૂપ બનશે.

આ પ્રસંગે સુરત કલેક્ટર તેજસ પરમારએ જણાવ્યું હતું કે, “સુરતની વિકાસ ગાથા કુશળ સ્થાનિક પ્રતિભાના બળ પર આગળ વધવી જોઈએ. AM/NS India અને SVNITની આ પહેલ આપણા યુવાનો માટે અર્થપૂર્ણ તકોનું સર્જન કરે છે અને કુશળ તથા વિકસિત ભારતના વ્યાપક વિઝનને પણ આગળ ધપાવે છે.

આશુતોષ તેલાંગ, ડિરેક્ટર અને વાઇસ પ્રેસિડેન્ટ – એચઆર એન્ડ એડમિનિસ્ટ્રેશન, AM/NS Indiaએ જણાવ્યું હતું કે, “AM/NS Indiaમાં અમે માનીએ છીએ કે ઔદ્યોગિક વિકાસ અને સમુદાયનો વિકાસ સાથે-સાથે આગળ વધવો જોઈએ. આ કાર્યક્રમ દ્વારા અમે સ્થાનિક યુવાનોની રોજગારક્ષમતા વધારવા, તેમના માટે નવી તકોનું સર્જન કરવા અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર માટે વધુ મજબૂત પ્રતિભા આધાર (Talent Pipeline) તૈયાર કરવાનો હેતુ ધરાવીએ છીએ.”

પ્રો.(ડૉ.) અનુપમ શુક્લા, ડિરેક્ટર, SVNITએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ ઉદ્યોગ અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચેના મજબૂત સહયોગનું ઉત્તમ પ્રતિબિંબ છે. શૈક્ષણિક શ્રેષ્ઠતા અને વાસ્તવિક ઔદ્યોગિક અનુભવના સમન્વય દ્વારા અમે તાલીમાર્થીઓને ઉદ્યોગની સતત બદલાતી જરૂરિયાતોને પૂર્ણ કરવા અને દેશના વિકાસમાં અર્થપૂર્ણ યોગદાન આપવા માટે તૈયાર કરી રહ્યા છીએ.

એમ્પ્લોયેબિલિટી એનહાન્સમેન્ટ પ્રોગ્રામ AM/NS Indiaની સમુદાય વિકાસ, કૌશલ્ય વિકાસ અને સુરત સહિતના વિસ્તારોના યુવાનો માટે ઉજ્જવળ ભવિષ્ય નિર્માણ કરવાની પ્રતિબદ્ધતાનું વધુ એક મહત્વપૂર્ણ પગલું છે. ગત અઠવાડિયે AM/NS Indiaની ભારત સરકારની ફ્લેગશિપ પહેલ પ્રધાનમંત્રી સ્કિલિંગ એન્ડ એમ્પ્લોયેબિલિટી ટ્રાન્સફોર્મેશન થ્રુ અપગ્રેડેડ ITIs (PM-SETU) અંતર્ગત સુરત ITI ક્લસ્ટર માટે એન્કર ઇન્ડસ્ટ્રી પાર્ટનર તરીકે પસંદગી કરવામાં આવી હતી. આ ક્લસ્ટરમાં ITI સુરતને હબ સંસ્થા તરીકે તેમજ ITI હજીરા, બારડોલી, સચિન અને સુરત (મહિલા)ને સ્પોક સંસ્થાઓ તરીકે સામેલ કરવામાં આવી છે, જેથી ઉદ્યોગની જરૂરિયાતોને અનુરૂપ વ્યાવસાયિક તાલીમ અને રોજગારક્ષમતાને વધુ મજબૂત બનાવી શકાય.

આ બંને પહેલ AM/NS Indiaના એ વિશ્વાસને વધુ મજબૂત બનાવે છે કે ઉદ્યોગ, શૈક્ષણિક સંસ્થાઓ અને સરકાર વચ્ચેનો સહયોગ જ ભારતના મેન્યુફેક્ચરિંગ વિકાસને વેગ આપવા સક્ષમ કુશળ માનવબળનું નિર્માણ કરી શકે છે અને વિકસિત ભારત 2047ના વિઝનને સાકાર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.