22/11/26 Gujarat ની 182 વિધાનસભામાં BJP ના સ્નેહમિલન યોજાશે

ગુજરાતમાં પીએમ મોદીના પ્રવાસ અને બેઠક બાદ ભાજપ હવે ઇલેક્શન મોડમાં આવ્યું છે. જેમાં આજે ગુજરાત ભાજપ દ્વારા પ્રદેશ કક્ષાનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ 22મીએ તમામ 182 વિધાનસભામાં સ્નેહમિલનની જાહેરાત કરી હતી. જેને આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારી તરીકે જોવામાં આવી રહી છે.
આ સ્નેહ મિલન કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે રાજ્યમાં 22 નવેમ્બરે તમામ 182 વિધાનસભા બેઠકો પર સ્નેહમિલન કાર્યક્રમો યોજવામાં આવશે. જેના થકી સંગઠનના કાર્યકરો સાથેનો મજબુત સંપર્ક સ્થાપવામાં આવશે.આ ઉપરાંત સરકાર દ્વારા દરેક યોજના જન-જન સુધી પહોંચે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
જયારે સ્નેહ મિલન કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે તમામને સાથે મળીને કામ કરવા જણાવ્યું હતું તેમજ કહ્યું હતું કે વર્ષ દરમિયાન મનદુઃખ થયાં હોય તો ફરી એકસાથે મળીને સ્નેહ જાળવવાનો આ અવસર છે. ભાજપ પર પ્રજાએ જે વિશ્વાસ અને સ્નેહ મૂક્યો છે તેને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ આ સ્નેહમિલનમાં લેવાનો છે. જ્યાં હજુ અંધારું હોય ત્યાં આપણા વિકાસનો દીપક પ્રગટાવીએ અને વધુમાં વધુ લોકોનો પ્રેમ કેવી રીતે જીતી શકાય તે દિશામાં કામ કરીએ. તેમજ જે કોઈ અસંતુષ્ટ હોય તેને સંતુષ્ટ કેવી રીતે કરી શકાય તેવો સંકલ્પ પણ લેવો જોઈએ.
આ ઉપરાંત પ્રદેશ ભાજપ પ્રભારી તરુણ ચુગે દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે, દિવાળી એટલે દીવાઓ અને રોશનીનો તહેવાર છે. ગુજરાત ડબલ સૌભાગ્યશાળી છે, કારણ કે પીએમ મોદીએ ગુજરાતમાં મુખ્યમંત્રી અને સંગઠન મંત્રી તરીકે પણ કામ કર્યું છે. છેલ્લા 12 વર્ષમાં તેમના નેતૃત્વમાં દેશમાંથી અંધકાર દૂર કરવા અને ગરીબોના જીવનમાં વિકાસની રોશની પહોંચાડવાનું કામ થયું છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now



