અંડર 19 એશિયા કપ 2026 ફાઈનલ on 14/11/2026, India Vs Pak

અંડર 19 એશિયા કપ 2026ની બીજી સેમિફાઇનલમાં ભારતીય અંડર-19 ટીમે કેપ્ટન લક્ષ્ય રાયચંદાની તેમજ આર્યવીર સહેવાગની અડધી સદી અને ઇશાન સૂદની શાનદાર બોલિંગના આધારે અફઘાનિસ્તાનને 8 વિકેટથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. બીજી તરફ આ ટુર્નામેન્ટની પ્રથમ સેમિફાઇનલમાં પાકિસ્તાને બાંગ્લાદેશને 9 વિકેટથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. હવે 14 નવેમ્બરે આ ટૂર્નામેન્ટની ફાઈનલમાં ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે થશે.
આ મેચમાં અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને 50 ઓવરમાં 8 વિકેટે 227 રન બનાવ્યા હતા. ભારતને જીતવા માટે 228 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતે 36.5 ઓવરમાં 2 વિકેટે 230 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ભારત સામે હાર્યા બાદ અફઘાનિસ્તાનની સફર આ ટૂર્નામેન્ટમાં ખતમ થઇ ગઇ છે.
આ મેચમાં ઓપનર આર્યવીર સેહવાગે ફરી ટીમ માટે મહત્વની ઈનિંગ રમી હતી અને 57 બોલમાં 4 ફોર અને 4 સિક્સરની મદદથી 51 રનની શાનદાર ઈનિંગ રમી હતી. જ્યારે કેપ્ટન લક્ષ્ય રાયચંદાની 9 રનથી સદી ચૂકી ગયો હતો. તેણે 1 સિક્સર અને 13 ફોરની મદદથી 90 બોલમાં 93 રનની શાનદાર ઈનિંગ રમી હતી. આર્યવીર અને લક્ષ્યે 102 બોલમાં પ્રથમ વિકેટ માટે 117 રનની ભાગીદારી નોંધાવી હતી અને બંનેએ ટીમની જીતનો પાયો તૈયાર કર્યો હતો.
આર્યવીર અને લક્ષ્યના આઉટ થયા બાદ વીકે વિનીતે બાજી સંભાળતાં 62 બોલમાં 1 સિક્સર અને 5 ફોરની મદદથી અણનમ 57 રન ફટકાર્યા હતા. જ્યારે યશવર્ધન ચૌહાણે 3 ફોરની મદદથી 14 બોલમાં અણનમ 16 રન ફટકાર્યા હતા. યશવર્ધન અને વિનીતે ત્રીજી વિકેટમ માટે 30 બોલમાં અણનમ 36 રનની ભાગીદારી કરી હતી.
ઇશાન સૂદે ભારત માટે શ્રેષ્ઠ બોલિંગ કરી હતી અને 9 ઓવરમાં 43 રનમાં 3 વિકેટ ઝડપી હતી. આર્યન સવસનીએ પણ સારી બોલિંગ કરી હતી અને તેણે 7 ઓવરમાં 29 રનમાં 2 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત કાવ્યા પટેલ, યશવર્ધન ચૌહાણ અને અર્જુન રાજપૂતને 1-1 વિકેટ મળી હતી. અફઘાનિસ્તાન તરફથી શાહ ફૈઝલ રહીમી અને સલારજઈએ 51-51 રન બનાવ્યા હતા.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now



