Brazil Archives - Anant Post

October 26, 2026
image-25.png
1min4

બ્રાસિલિયાઃ બ્રાઝિલમાં ડાબેરી નેતા લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા (Luiz Inácio Lula da Silva) એ રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી લીધી છે. 20 વર્ષની વયે, તેઓ ચોથી વખત દેશના રાષ્ટ્રપતિ બનશે. તેમણે ચૂંટણી જંગમાં જાયર બોલ્સોનારોને પરાજય આપ્યો છે. બ્રાઝિલના મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે 99.97 ટકા મતોની ગણતરી થતાં, લુલાએ માન્ય મતોના 51.76 ટકા મેળવ્યા, જ્યારે જાયર બોલ્સોનારોને 48.24 ટકા મત મળ્યા હતાં. જેતી લુલા હવે ચોથી વખત બ્રાઝિલના રાષ્ટ્રપતિ બનશે.

આ જીત સાથે લુલા જેઓ ભૂતકાળમાં ફેક્ટરી કામદાર હતા અને ‘વર્કર્સ પાર્ટી’ના સભ્ય છે, તેઓ દેશના ઇતિહાસમાં બીજા સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા રાષ્ટ્રપતિ બનશે. તેમનાથી આગળ માત્ર ગેટુલિયો વર્ગાસ જ છે જેમણે આટલું લાંબુ શાસન કર્યું હતું. તેમનો વર્તમાન કાર્યકાળ પૂર્ણ થશે ત્યાં સુધીમાં, સત્તા પર તેમનો કુલ સમયગાળો 16 વર્ષ સુધી પહોંચી જશે, જે બ્રાઝિલના લોકશાહી ઇતિહાસમાં એક રેકોર્ડ સ્થાપિત કરશે.

વધારે વિગતે વાત કરીએ તો, 80 વર્ષીય લુલાએ તેમના હરીફ ફ્લેવિયો બોલ્સોનારો સામે લગભગ 44 લાખ મતોની એવી નિર્ણાયક સરસાઈ મેળવી લીધી છે જેને પાર કરવી અશક્ય છે. એવું મનાય છે કે આ પરિણામ બાદ બોલ્સોનારો કાયદાકીય પગલાં લઈ શકે છે. લુલાનો વિજય અનેક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે. એક એવા સમયે જ્યારે સમગ્ર લેટિન અમેરિકામાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સંકળાયેલા નેતાઓ અને જમણેરી વિચારધારા ધરાવતા લોકો ચૂંટણી જીતી રહ્યા છે, ત્યારે લુલાની જીત આ પ્રવાહથી તદ્દન વિપરીત છે.