CIA ALERT

સુરતમાં પાંચ લોકોને ચપ્પા મારનારા 2ને પોલિસે ઝડપ્યા, પછી ભાગવા જતાં બન્નેના પગમાં ગોળી વાગી

Share On :

19 નવેમ્બરના રોજ સવારે 4.30થી 4.54ના સસમયગાળા દરમિયાન લૂંટના પાંચ બનાવ બન્યા બહતો. જેમાં શરૂઆતમાં વરાછા લાભેશ્વર ચોકડી, કમલા પાર્ક, ગરનાળા, સુમુલ ડેરી રોડ અને પછી કતારગામ ગજેરા સર્કલ પાસે લોકોને આંતરીને ચપ્પુના ઘા મારીને રોકડ રકમ તેમજ મોબાઈલ ફોનની લૂંટ કરીને બાઈક પર આવેલા બે જણા ફરાર થઈ ગયા હતા.

આ કેસમાં અલગ અલગ પોલીસ ટીમો લુટારુઓને ઝડપવા કામે લાગી હતી. લીંબાયત પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોડી રાત્રે એક યુવક પોલીસની જીપ જોઈને ભાગવા લાગ્યો હતો. જેતી પોલીસ તેને પકડવા દોડી હતી. યુવકે ચપ્પુ કાઢીને પોલીસ પર હુમલો કર્યો હતો.

જેથી પીઆઈએ સર્વિસ પિસ્તોલ કાઢીને એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કરીને ચપ્પુ ફેંકી દેવા કહ્યું હતું. જોકે તેણે પીઆઈ પણ હુમલો કરવાની કોશિશ કરતાં પગમાં ગોળી મારી હતી. જે બાદ તેને સારવાર માટે હૉસ્પિટલ લઈ જવાયો હતો.

તેની પાસેથી લુટેલા મોબાઈલ અને બીજા ફોન મળીને કુલ છ ફોન, એક ચપ્પુ, એક લોખંડની સ્ટીક પોલીસે કબજે લીધી હતી. કાઈમ બ્રાંચ દ્વારા જે તપાસ કરવામાં આવી હતી તેમાં પરવેઝ અન્સારી બાઈક ચલાવતો હતો અને બીજાને શોધવાની કાર્યવાહી ડીસીબીએ હાથ ધરી હતી.જેમાં પોલીસે મળેલી માહિતીને આધારે લીંબાયત વિસ્તારમાંથી લક્ષમણ ઉર્ફે ગુરુ દિલીપ ઉર્ફે ઇન્દલ ઉર્ફે ઇન્દર યાદવને ઝડપી લીધો હતો. જોકે કાઈમ બ્રાંચની ટીમ તપાસ માટે જીપમાં બેસાડીને લક્ષમણ ઉર્ફે ગુરુ યાદવને લઈને નેહરુ બ્રીજથી સરદાર બ્રીજ તરફ જવાના રોડ પર નમસ્તે સકલની પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે તેણે પણ પોલીસને ધક્કો મારીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો જેમાં પોલીસે પોતાની સર્વિસ પિસ્તોલ કાઢીને લક્ષમણ યાદવને જમણા પગમાં ગોળી મારી દીધી હતી જોકે બાદમાં તેને સારવાર માટે હૉસ્પિટલમાં લઈ જવાયો હતો તેની સામે પણ પોલીસે ગુનો નોંધ્યો હતો. આમ સુરતમાં વહેલી સવારના લૂંટની જે પાંચ જેટલી ઘટના બની હતી તે તમામ ગુના આ બે રીઢા ગુનેગારના પકડાઈ જવાથી ઉકેલાઈ ગયા હતા.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :