Social Media પોસ્ટ વિવાદમાં સુરતમાં ડબલ મર્ડર, ત્રણની અટકાયત

સુરતના નાનપુરા મટન માર્કેટમાં સોશિયલ મીડિયા પર વિડીયો પોસ્ટ કરવા મુદ્દે થયેલા વિવાદમાં ડબલ મર્ડરની ઘટના બનતા ચકચાર મચી હતી. જેમાં ત્રણ સગીરોએ બે સગીર પર મટન કાપવાના છરા વડે હુમલો કરીને હત્યા કરી હતી. જેની બાદ પોલીસે હુમલો કરનારા ત્રણ સગીરોની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળેલી પ્રાથમિક માહિતી મુજબ ઈન્સ્ટાગ્રામ ગ્રુપમાં બિનજરૂરી વીડિયો પોસ્ટ કરવા બાબતે વિવાદ સર્જાયો હતો. આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા વાત છેક હત્યા સુધી પહોંચી હતી. આ હુમલો રાત્રે 11.45 વાગ્યેની આસપાસ કરવામાં આવ્યો હતો.
પિતાની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી
આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ સમગ્ર ઘટના અંગે માહિતી મેળવી હતી. તેમજ પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે હુમલાનો ભોગ બનનારા બંને સગીર વયના હતા.તેની બાદ પોલીસે મૃતકના પિતાની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી અને હુમલો કરનારા ત્રણ સગીરોની અટકાયત કરી હતી.
સીસીટીવી ફૂટેજ ચેક કરી ત્રણ સગીરોની અટકાયત કરી
આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, નાનપુરા મટન માર્કેટ પાસે ફાતેમા કબ્રસ્તાન પાસે જાહેરમાં બે કિશોરોની હત્યા થઈ હતી. જે બાબતે અઠવાલાઇન્સ પોલીસ મથકમાં જાણ થતા પોલીસ ત્યાં પહોંચી અને એક મૃતક કિશોરના પિતા શાબીર ફૈઝ મોહમદ શેખની ફરિયાદ તાત્કાલિક લીધી અને તપાસ હાથ ધરી હતી. પોલીસે આજુબાજુના સીસીટીવી ફૂટેજ ચેક કરી ત્રણ સગીરોની અટકાયત કરી હતી.
બે જુથ વચ્ચે અશિસ્ત ભાષામાં બોલચાલી થઇ હતી
તેમજ સમગ્ર વિવાદ ઈન્સ્ટાગ્રામ ગ્રુપમાં નાખવામાં આવતા બિન જરૂરી વિડીયોથી શરૂ થયો હતો. જેમાં વિડીયો નાખવા મુદ્દે બે જુથ વચ્ચે અશિસ્ત ભાષામાં બોલચાલી થઇ હતી. જેમાં બે જુથના લોકો સમાધાન માટે એકત્ર થયા હતા. પરંતુ બે મૃતક સગીરે હુમલા કરનારો પર ટપલી દાવ કર્યો હતો. જેના પગલે તે લોકોએ બે સગીર પર મટન કાપવાના છરાથી હુમલો કર્યો હતો. જેના લીધે બંને સગીરના મોત થયા હતા.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now



