Serbia: લાંબા સમયથી સત્તા પર રહેલા શક્તિશાળી નેતા આલેક્ઝાન્ડર વુસિકની President ચૂંટણીમાં હાર

સર્બિયાની સત્તા પર લાંબા સમયથી સત્તા પર રહેલા અને શક્તિશાળી નેતા ગણાતા આલેક્ઝાન્ડર વુસિકે Dt.25/10/2026, રવિવારે યોજાયેલી ચૂંટણીમાં પોતાની હાર સ્વીકારી લીધી છે. બાલ્કન ક્ષેત્રના આ દેશમાં છેલ્લા 14 વર્ષથી લગભગ પૂર્ણ સત્તા સાથે શાસન કરનાર વુસિકની આ હારને દેશના તાજેતરના ઇતિહાસનો સૌથી મોટો રાજકીય ફેરફાર માનવામાં આવી રહ્યો છે. વુસિકને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનનું સમર્થન પ્રાપ્ત હતું.
આ ચૂંટણીમાં એક તરફ વુસિકની દક્ષિણપંથી ‘સર્બિયન પ્રોગ્રેસિવ પાર્ટી’ (SNS) હતી, તો બીજી તરફ ભ્રષ્ટાચાર અને લોકશાહી બચાવવા માટે મેદાને ઊતરેલા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું આંદોલન હતું. આ વિરોધ પ્રદર્શનની શરૂઆત વર્ષ 2024માં નોવી સાદ શહેરમાં ટ્રેન સ્ટેશનની કેનોપી પડી જવાથી થયેલા 16 લોકોના મોત બાદ થઈ હતી. ભ્રષ્ટાચાર અને વધતી તાનાશાહી સામે છેલ્લા બે વર્ષથી ચાલતા આ વિદ્યાર્થી આંદોલને દેશમાં રાજકીય પરિવર્તનનો પવન ફૂંક્યો હતો.
64 લાખ મતદાતાઓ ધરાવતી 250 બેઠકોની સંસદ માટે ભારે મતદાન થયું હતું. હાર સ્વીકારતા વુસિકે જણાવ્યું કે તેમની પાર્ટીના અનુમાન મુજબ, યુવાઓના સમર્થન વાળી ‘સ્ટુડન્ટ્સ લિસ્ટ’ને 135થી 140 બેઠકો મળી શકે છે, જ્યારે તેમની પોતાની પાર્ટીને માત્ર 105 બેઠકો જ મળે તેમ છે. તેમણે પોતાના સમર્થકોને સંબોધતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, ‘સ્ટુડન્ટ્સ લિસ્ટ જીતી ગઈ છે.’
પોતાની સત્તા ગુમાવ્યા બાદ વુસિકે પોતાની હાર માટે દેશના સ્વતંત્ર મીડિયા, કેટલાક યુરોપીય દેશોના કથિત હસ્તક્ષેપ અને અમેરિકન ‘ડીપ સ્ટેટ’ને જવાબદાર ઠેરવ્યા છે. તેઓ શરૂઆતથી જ આ વિધાર્થી આંદોલનને પોતાને સત્તા પરથી હટાવવાનું વિદેશી ષડયંત્ર ગણાવતા આવ્યા હતા.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now



