સુરતી મોઢ વણિક સમસ્ત પંચના પ્રમુખ તરીકે સંજય ગાંધીની સર્વાનુમતે વરણી

શ્રી સુરતી મોઢ વણિક સમસ્ત પંચની દ્વિવાર્ષિક સામાન્ય સભા શુક્રવાર, તા. ૨૩ ઑક્ટોબર, ૨૦૨૬ના રોજ સાંજે ૫ કલાકે રુઘનાથપુરા સ્થિત પી. આર. ખાટીવાલા વાડી સંકુલ ખાતે પ્રમુખશ્રી ધર્મેશભાઈ તમાકુવાલાના અધ્યક્ષસ્થાને મળી હતી.
સભામાં પંચના વાર્ષિક તથા અર્ધવાર્ષિક હિસાબો મંજૂર કરવામાં આવ્યા હતા. સભામાં વર્ષ ૨૦૨૬થી ૨૦૨૮ના આગામી દ્વિવાર્ષિક કાર્યકાળ માટેના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે સંજય હીરાલાલ ગાંધીની વરણી કરવામાં આવી હતી.
તત્કાલીન નિવૃત્ત પ્રમુખ તરીકે ધર્મેશભાઈ તમાકુવાલા, ઉપપ્રમુખ તરીકે જે. સી. લાપસીવાલા તથા અનિલ દલાલ, મંત્રી તરીકે મુકેશ વરિયાવા તથા અજય મોદી અને ખજાનચી તરીકે દીપક અનાજવાલા તથા ભૂપેન્દ્ર હલવાવાલાની વરણી કરવામાં આવી હતી. આ નવી ટીમ આગામી બે વર્ષ દરમિયાન સમાજના સંગઠન, પ્રગતિ અને સમાજલક્ષી પ્રવૃત્તિઓને વધુ વેગ આપે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now




